સુભાષબ્રિજથી સાત રસ્તા સુધી સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવરબ્રીજ માટે નડતરરૂપ ભાગો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
જામનગર શહેરના સુભાષબ્રીજથી સાત રસ્તા સર્કલ સુધી સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રીજ બની રહ્યો છે અને તેનું કામ પુરપાટ ઝડપે મનપાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાનીની દેખરેખ હેઠળ તેની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે , ત્યારે રોડ આસપાસના અમુક આસમીઓ દ્વારા નડતરરૂપ દબાણો ખડકી દેતા આજે મનપા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી ગુરુદ્વારાથી માંડીને જુના રેલ્વે સ્ટેશન સહિતના સ્થળોએ આસપાસ આવેલ 31 મિલકતોનો નડતર રૂપ ભાગ દુર કરવાની કાર્યવાહી આજે સવારથી શરુ કરી દેવાઈ છે .
આજે શરુ થયેલ ડીમોલીશનમાં જુના રેલ્વે સ્ટેશન નજીક રેલ્વેની 25971 ચોરસમીટર જગ્યા ઉપરાંત આસપાસની જે મિલકતો આવેલ છે તેવી 27 જેટલી મિલકતોનો જરૂરી ભાગ ડીમોલીશન કરવાની કાર્યવાહી આજે સવારે મનપા દ્વારા શરુ કરવામાં આવી છે , જેમાં જામનગર મનપા પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની , એસ્ટેટના રાજભા ચાવડા , રેલ્વે પોલીસ , અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત પણ સાથે રાખી આ ડીમોલીશન આગળ વધારવામાં આવી રહ્યું છે