અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવનથ ડે સ્કૂલમાં તાજેતરમાં થયેલી ક્રૂર ઘટના સામે સમગ્ર સિંધી સમાજ તેમજ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શાળામાં અભ્યાસ કરતાં ૧૫ વર્ષીય હિંદુ સિંધી કિશોર નયન સંતાણીની વિધર્મી યુવકો દ્વારા નૃશંસ હત્યા કરવામાં આવતા આ મામલો માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના સમાજમાં ચિંતા અને આક્રોશનું કારણ બન્યો છે.
નિર્દોષ કિશોરની કરાયેલી આ હત્યાની ઘટના અત્યંત પીડાદાયક અને માનવતાને કલંકિત કરતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમાજના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આવા જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓને કાનૂની ચાંપતી સજા મળી રહે એ માટે સરકાર તથા તંત્ર તાત્કાલિક પગલાં લે.
આ ઘટના સામે જામનગર સિંધી સમાજે પણ આક્રોશ વ્યક્ત કરતાં શહેરના કલેક્ટરશ્રીને આવેદન પાઠવવાનું નક્કી કર્યું હતું. આજે આ પ્રસંગે જામનગર સિંધી સમાજના હોદેદારો, નવયુવાનો, તમામ સિંધી પંચાયતો, સમાજ સંચાલિત મંડળો, સમિતિઓ તેમજ શહેરના વિવિધ હિન્દુ સંગઠનો અને વિધાર્થી યુનિયનો એકત્રિત થઈને એકતા દર્શાવી. સૌએ સૂત્રોચ્ચાર સાથે ન્યાયની માંગણી કરી અને કડક કાર્યવાહી માટે આવેદનપત્ર રજૂ કર્યું.
આવેદનમાં જણાવાયું છે કે—
-
નયન સંતાણીની હત્યા માત્ર એક કિશોરનું જીવન ખતમ થવું નથી, પરંતુ સમગ્ર સમાજના અસ્તિત્વ અને સુરક્ષાને પડકાર સમાન છે.
-
સરકાર આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને કડક સજા સુનિશ્ચિત કરે.
-
શાળા પ્રશાસન દ્વારા દાખવવામાં આવેલી “બેવડી નીતિ”ની પણ તપાસ કરવામાં આવે અને જવાબદાર શાળા સંચાલન સામે કાર્યવાહી થાય.
-
ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરે.
સમાજના નેતાઓએ ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો સમગ્ર સિંધી સમાજ તેમજ હિન્દુ સંગઠનો રાજ્યવ્યાપી આંદોલન કરવા મજબૂર બનશે.
📌 સમાજની ભાવનાઓ:
એક તરફ માતાપિતા પોતાના સંતાનોને અભ્યાસ માટે શાળામાં મોકલે છે અને બીજી તરફ શાળા પરિસરમાં જ કિશોરની હત્યા થાય તેવું દૃશ્ય જોઈને સમગ્ર સમાજ અસુરક્ષાની ભાવનાથી ઘેરાઈ ગયો છે. આથી જ સમગ્ર શહેરમાં આ મામલે ચિંતાની સાથે રોષ પણ છે.
👉 અંતમાં, જામનગર સિંધી સમાજે સ્પષ્ટ કર્યું છે કે “ન્યાય મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.”
WhatsApp link-
https://chat.whatsapp.com/L18FV1R9B1r42hmCOLc6QL
FACEBOOK LINK –
https://www.facebook.com/SamaySandesh…
Instagram link –
https://t.me/joinchat/g1_gPdcFxtM1NDZl
TELEGRAM LINK –
https://t.me/joinchat/uIljpkLp6VViYjRl
જનતાના અવાજને અમે કરીશુ ઉજાગર…
સંપર્ક કરો. +91 88660 66060
