ખોડલધામ માં પંચમ પંચવર્ષીય પાટોત્સવ આમંત્રણ આપવા આવ્યા હતા 50 એકરમાં શિક્ષણધામ અને આરોગ્ય ની સુવિધા આગામી સમયમાં બનશે: નરેશ પટેલ
જામનગર, કાલાવડમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે બાઇક રેલી વિશાળ સંખ્યામાં યોજાઇ હતી કાલાવડ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. હતું આગામી તા.૨૧મીએ ખોડલધામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠાના 5 વર્ષ થયા છે ત્યારે પંચમ પંચવર્ષી પાટોત્સવ પ્રસંગની ઉજવણીનુ આયોજન કરવામા આવ્યુ છે. જેનું આમંત્રણ આપવા માટે કાલાવડ અને જામનગર માં પધાર્યા હતા હિરપરા કન્યા છાત્રાલય દ્વારા સન્માન કર્યું હતું સામાજિક એકતા વધે અને સંગઠાનાત્મ ભાવ પ્રબળ બને એવા થી હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ છે.
જેના અનુસંધાને તેઓ જામનગર ખાતે પણ માતાજીના પંચમ પંચવર્ષીય પાટોત્સવ આમંત્રણ પાઠવવા આવ્યા હતા. જેમાં જામનગરમાં તમામ પાટીદાર સંગઠનોએ સન્માન કર્યુ હતુ. જામનગર જિલ્લા ખોડલધામ સમિતિ તમામ સંસ્થા અને રાજકીય લોકો નરેશ પટેલનો અલગ-અલગ મોમેન્ટો તેમજ સાલ ઓઢાડીને ભવ્ય સન્માન કર્યું હતું.
ખોડલધામ ટ્રસ્ટના સર્વેસર્વા નરેશ પટેલ આજે જામનગર સહિત જિલ્લાભરમાં પ્રવાશે આવ્યા હતા. કારણ છે ખોડલધામના દસ વર્ષ થયાનો ભવ્ય પંચમ પાટોત્સવ પ્રસંગની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યો છે. સામાજિક એકતા વધે અને સંગઠનાત્મ ભાવ પ્રબળ બને એવા હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું કાગવડ ‘નરેશ’એ સંબોધન દરમિયાન જણાવ્યું હતું.
આગામી તા. 21મીના રોજ કાગવડ ખાતે ખોડલધામ ખાતે ભવ્ય પંચમ પાટોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સંગઠનાત્મક જોમ વધુ મજબૂત કરવા હાલ ખોડલધામ ‘નરેશ’ રાજ્યભરમાં પ્રવાસો કરી કાર્યક્રમમા મહેમાન બનવા આમંત્રણ પાઠવી રહ્યા છે. આજે તેઓ જામનગર જિલ્લાના પ્રવાશે હતા. ધ્રોલ, કાલાવડ અને જામનગર સહિતના શહેરોમાં પાટીદાર સમાજ દ્વારા અભિવાદન કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા હતા. જામનગર ખાતેના સમારંભમાં સમાજને આમંત્રણ આપતા તેઓએ કહ્યું હતું કે ખોડલધામ એક માત્ર આસ્થાનું કેન્દ્ર નથી પણ એક વિચાર છે. આગામી સમયમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મોડેલ સંકુલ વિકસાવવાની વાત તેઓએ કહી હતી. આ ઉપરાંત સરદાર પટેલના ત્રણ મુખ્ય સૂત્ર, ઘરની વાત ઘરમાં રાખજો, સિંહ જેવું કાળજું રાખજો અને સાચું કહેવાની હિંમત રાખજો એમ કહી સંગઠનાત્મક એકતા રાખવા આહવાન કર્યું હતું. આગામી કાર્યક્રમ મિસાલ બની રહે એમ તમામ પાટીદારે વહેલાસર કાગવડ પધારવા આહવાન કર્યું હતું. જામનગર ખાતે તમામ પાટીદાર સંગઠનોએ નરેશ પટેલનું સન્માન કર્યું હતું.
જ્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ જામનગરમાં જણાવ્યું હતું કે મા ખોડલ ના પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પુરા થયા છે ત્યારે આખા ગુજરાતમાં આમંત્રણ આપવા નો પ્રવાસ ચાલુ કર્યો છે ત્યારે આજે જામનગર ના પ્રવાસે આવ્યો હતો જેમાં ખૂબ મોટી મેદની વચ્ચે સભા થઈ છે અને જામનગર ની ટીમે બહુ સારું આયોજન કર્યું છે.