રાજપૂત સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને સતત પ્રગતિ કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરતાં મંત્રીશ્રી
જામનગર તા.૦૯ ઓક્ટોબર, રાજપૂત સમાજ છાત્રાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા તથા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલાનો જામનગર રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓએ ઉપસ્થિત મંત્રીશ્રીઓને વિશિષ્ટ સન્માન આપી સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે કેબિનેટ મંત્રી તરીકે નું જે પદ મળ્યું છે તે સમાજને આભારી છે માટે કોઈ પણ પ્રકારની જરૂરિયાત, મુશ્કેલી કે પ્રશ્નો હોય તો તેમાં મદદરૂપ થવા કાયમ માટે અમારા દ્વારા ખુલ્લા રહેશે. મંત્રીશ્રીએ જામનગર જિલ્લામાં રાજકીય તથા સામાજિક ક્ષેત્રે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના કાર્યોની પ્રશંસા કરી હતી તેમજ જામનગરની રાજપૂત સમાજની કન્યા કેળવણીની વ્યવસ્થાને બિરદાવી હતી. તેમજ જામનગર જિલ્લામાં મંત્રીશ્રીની જન આશીર્વાદ યાત્રાનું ભાવભીનું સ્વાગત કરી વિશેષ આવકાર આપવા બદલ જામનગરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ તકે રાજપૂત સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને સતત પ્રગતિ કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
જામનગર તા.૦૯ ઓક્ટોબર, રાજપૂત સમાજ છાત્રાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા તથા રાજ્ય શિક્ષણમંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલાનો જામનગર રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓએ ઉપસ્થિત મંત્રીશ્રીઓને વિશિષ્ટ સન્માન આપી સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે કેબિનેટ મંત્રી તરીકે નું જે પદ મળ્યું છે તે સમાજને આભારી છે માટે કોઈ પણ પ્રકારની જરૂરિયાત, મુશ્કેલી કે પ્રશ્નો હોય તો તેમાં મદદરૂપ થવા કાયમ માટે અમારા દ્વારા ખુલ્લા રહેશે.મંત્રી શ્રી એ જામનગર જિલ્લામાં રાજકીય તથા સામાજિક ક્ષેત્રે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના કાર્યોની પ્રશંસા કરી હતી તેમજ જામનગરની રાજપૂત સમાજની કન્યા કેળવણીની વ્યવસ્થાને બિરદાવી હતી. તેમજ જામનગર જિલ્લામાં મંત્રીશ્રીની જન આશીર્વાદ યાત્રાનું ભાવભીનું સ્વાગત કરી વિશેષ આવકાર આપવા બદલ જામનગરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ તકે રાજપૂત સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને સતત પ્રગતિ કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.