- મહાનુભાવો દ્વારા કોરોના વોરિયર્સને બિરદાવાયા
જામનગર તા. ૨૨ ઓકટોબર, તા. ૨૧/૧૦/૨૦૨૧ના રોજ ભારત દેશમાં ૧૦૦ કરોડ લોકોના રસીકરણ થવા બદલ જી.જી.હોસ્પિટલ જામનગર અને શહેરના વિવિધ યુ.પી.એચ.સી. ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગે સંસ્થા ખાતે રંગોળી, ૧૦૦ ફુગ્ગા, દીવા, રોશની, કેક વગેરે દ્વારા આ વૈશ્વિક સિધ્ધિની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મેયરશ્રી દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવેલ હતી. મેયરશ્રી બીનાબેન કોઠારી, ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઈ કગથરા, કલેકટરશ્રી ડો.સૌરભ પારધી, કમિશ્નરશ્રી વિજય ખરાડી વગેરે મહાનુભાવો દ્વારા કોવિડ – ૧૯ વેક્સીનેશનમાં સારી કામગીરી કરેલ કોરોના વોરિયર્સનું સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા.
તદઉપરાંત પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા જી.જી.હોસ્પિટલના સ્ટાફનું સન્માન કરવામાં આવેલ હતું. પોલીસ બેન્ડ દ્વારા આ પ્રસંગે ખુબ જ સુંદર પ્રદર્શન કરવામાં આવેલ હતું અને લોકોનો જુસ્સો વધારવામાં આવ્યો હતો. આ પ્રસંગે હોસ્પિટલ અને કોલેજના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.