Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

જામનગર જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરશ્રી રાજેન્દ્ર સરવૈયા વય નિવૃત થયાં

જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા શ્રી સરવૈયાને ભાવભર્યું વિદાયમાન અપાયું 

જામનગર જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરશ્રી રાજેન્દ્ર સરવૈયા તા.31/8/21 ના રોજ વયનિવૃત થયાં છે.જેમને જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ દ્વારા ભાવભર્યું વિદાયમાન આપી અને શ્રી સરવૈયા સાથે બજાવેલ ફરજો અને સંસ્મરણો વાગોળી પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારધીએ અધિક કલેક્ટરશ્રી સરવૈયાને વય નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે શ્રી સરવૈયા ઉમદા વ્યક્તિત્વ અને આદર્શ આચરણનું જીવંત ઉદાહરણ છે.કોઈપણ મુશ્કેલ લાગતી બાબતમાં હકારાત્મક વલણ દાખવી કઈ રીતે પરિસ્થિતિને સાનુકૂળ કરી શકાય તે વિશેષ ગુણ શ્રી સરવૈયામાંથી શીખવા જેવો છે.

આ પ્રસંગે શ્રી સરવૈયાએ પોતાની ફરજ દરમિયાનના સંસ્મરણો વાગોળી વિવિધ સરકારી વિભાગોમાં સેવારત હાલના નવયુવાનોને નિષ્ઠા તેમજ પ્રામાણિકતાથી લોકોપયોગી ફરજ બજાવવા પ્રેરણા પુરી પાડી હતી.

ઉલ્લેખનીય છે કે શ્રીરાજેન્દ્ર સરવૈયાની રાહબરી હેઠળ કોવિડ કાળમાં જામનગર જિલ્લામાં વિવિધ વિભાગોનું સુચારૂ સંકલન સધાયું હતું અને કોરોના મહામારીનો સામનો કરવામાં વહીવટી તંત્રને યોગ્ય દિશા તથા માર્ગદર્શન મળ્યું હતું.અધિક કલેક્ટરશ્રી સરવૈયા પોતાની 37 વર્ષની લાંબી સેવા બજાવી સેવા નિવૃત થયાં છે.આ પહેલા તેઓ જામનગર જિલ્લામાં જ પ્રાંત અધિકારી તરીકે પોતાની ફરજો બજાવી ચુક્યા છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનરશ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટરશ્રી રાયજાદા, ડેપ્યુટી કમિશનરશ્રી વસ્તાણી, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજકોટ : ફરી એકવાર ગુજરાતમાં માદક પદાર્થ ઘુસાડવાનુ માફીયાઓનુ ષડયંત્ર નિષ્ફળ

cradmin

દેશ-વિદેશ: જો બિડેને ઇઝરાયેલના નેતન્યાહુને કહ્યું: લાગે છે કે હોસ્પિટલની હડતાલ ‘અન્ય ટીમ દ્વારા કરવામાં આવી છે

cradmin

જુનાગઢ: વિદ્યાર્થી ની ને રસ્તા વચ્ચે ઉતરી દેવાના મુદ્દે જુનાગઢ ડેપો મેનેજર આવેદન ના સ્વીકારતા ABVP દ્વારા બસ રોકો આંદોલન

cradmin

Leave a Comment

error: Content is protected !!