Latest News
ભાણવડમાં દેશી દારૂનું ફેલાતું દુષણ: નશામાં ડૂબતી બજારની હાહાકારભરી સ્થિતિ અને પોલીસની કાર્યવાહી અંગે પ્રશ્નો ખંભાળિયા નજીક એસ્સાર પ્લાન્ટમાં વિકરાળ આગ : કન્વેયર બેલ્ટમાં લાગેલી આગથી ચકચાર, ધુમાડાના ગોટાળા આકાશ સુધી પહોંચ્યા — ફાયર બ્રિગેડના દળોની તાત્કાલિક દોડધામ “ફોન પર નજર રાખી રહી છે સરકાર?” – મહારાષ્ટ્ર BJP મંત્રીની ચેતવણી પછી રાજકારણમાં ઉથલપાથલ, વિરોધ પક્ષોએ લગાવ્યા ગંભીર આરોપો સચિન સંઘવી સામેના જાતીય શોષણના આરોપો પાયાવિહોણા — વકીલનો દાવો : સંગીત જગતના લોકપ્રિય સર્જકને ન્યાયમાં વિશ્વાસ, મીડિયામાં ચર્ચા છતાં કાનૂની લડત માટે તૈયાર શહીદ ભરતભાઈ ભેટારીયાઃ માનવતા માટે જીવ અર્પણ કરનાર વીરપુત્રને દેશનુ નમન “પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસ: બેલ્જિયમની કોર્ટનો ચુકાદો, મેહુલ ચોકસીને ભારત લાવવા માટે રસ્તો ખુલ્યો”

જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી.

જામનગર તા.૧૯ એપ્રિલ, જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેશનકાર્ડ લાભાર્થીઓનું ૧૦૦% ઈ-કેવાયસી કરાવવા બાબત, નવી વાજબી ભાવની દુકાનો શરુ કરવા, બ્રાંચ મર્જ કરવા બાબતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મામલતદારશ્રીની કચેરીઓ તરફથી મળેલ દરખાસ્ત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તાર, મહાપ્રભુજીની બેઠક, જામનગર ગ્રામ્યમાં ઠેબા,જીવાપર,મોરકંડા, જોડીયામાં જોડિયા-૧ અને નંદાણા, જામજોધપુરમાં શેઠવડાળા અને ઈશ્વરીયામાં ખોલવાપાત્ર થતી વાજબી ભાવની દુકાનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સરકારના ધારાધોરણો મુજબ વાજબી ભાવની દુકાનો ખોલવા માટે વસ્તીના ધોરણોમાં ગ્રામ્ય વિસ્તારમાં ૩૦૦૦ની વસ્તીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ લઘુતમ ૭૫% જનસંખ્યા પર એક દુકાન તથા શહેરી વિસ્તારમાં ૭૫૦૦ની વસ્તીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ લઘુતમ ૪૮% જનસંખ્યા પર એક દુકાન ખોલવાની રહે છે.

બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મેયબેન ગરસર, ધારાસભ્યોશ્રી મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન.ખેર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એસ.ડી.બારડ તથા કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?