Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

જામનગર જી.જી .હોસ્પિટલના રૂમ નંબર 12 માં યુવક અને યુવતી કલાક સુધી પુરાતા દેકારો

જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાં છાશવારે વિવાદો થતાં જ રહે અનેક વિવાદોથી ઘેરાયેલી હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે.જેમાં કસરત વિભાગમાં કામ કરતી મહિલા કર્મચારીએ તેના પુરૂષ મિત્રને રવિવારના દિવસે બોલાવી વોર્ડના દરવાજા બંધ કરી દેતાં એક કલાક સુધી સિક્યોરિટીને તેને ખોલાવવા માટે પરસેવો વળી ગયો હતો.

દરવાજો ખોલ્યા બાદ આખુ પ્રકરણ હોસ્પિટલ તંત્ર પાસે પહોચતા આબરૂ જવાની બીકે યુવતીને નોકરીમાંથી છૂટી કરી દેવામાં આવી હતી અને પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હતું. જામનગરની જી.જી. હોસ્પિટલમાં વર્ષો પહેલા જે સ્થિતિ હતી તે તાદેશ કરતો બનાવ જી જી હોસ્પિટલમાં રવિવારના બનતા હોસ્પિટલ તંત્રમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
રવિવારે જી.જી હોસ્પિટલના ઈમરજન્સી સિવાયના મોટાભાગની ઓપીડી બંધ રહે છે તેમજ 12 નંબર તરીકે
ઓળખાતા કસરત વિભાગ પણ બંધ રહે છે. પરંતુ રવિવારના સવારે 11 કલાકે કસરત વિભાગમાં કામ કરતી કોન્ટ્રાક્ટ બેઈઝ યુવતીએ તેના પુરૂષ મિત્રને 12 નંબરના રૂમમાં બોલાવીને દરવાજા બંધ કર્યા હતા.

જે ત્યાંથી પસાર થતા એક્સ આર્મી મેનને શંકા જતાં તેણે તપાસ કરવા દરવાજા ખખડાવ્યા હતા પરંતુ અંદરથી કોઈએ દરવાજો ન ખોલતા આર્મી મેનને શંકા જતાં સિક્યુરિટી ત્યાં ઉભી રહી અને બપોરે સાડા બાર વાગ્યાના સુમારે દરવાજા ખૂલતા તેમાંથી યુવક અને બહાર નીકળતા સિક્યુરિટીએ પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપી ન શકતા તેમને આરએમઓ ઓફિસ લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંનેના નામ – સરનામાં નોંધી જવા દેવામાં આવ્યા હતા અને ફરી સોમવારે સવારે બોલાવવામાં આવ્યા હતાં. જે દરમિયાન રૂમનો ઈન્ચાર્જને પણ હાજર રાખવામાં આવ્યા હતા , તમામના નિવેદનો અને પૂછપરછ બાદ હોસ્પિટલની આબરૂ ન જાય તે માટે કોન્ટ્રાક્ટ પર રહેલી યુવતીને તાત્કાલિક છૂટી કરી દેવામાં આવી પાડી દેવામાં આવ્યો હતો.પરંતુ છાના ખૂણે રૂમમાં પૂરાયેલી યુવતી અને યુવકના બનાવના સમાચાર વાયુવેગે ફરી વળતા હોસ્પિટલ તંત્રમાં થતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Related posts

India: ‘રાષ્ટ્રના નિર્માણ માટે આપણે એક થવું જોઈએ’: સંસદમાં મલ્લિકાર્જુન ખડગે

cradmin

જામનગર માં જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આજરોજ શિક્ષકોએ અને કર્મચારી કાળી પટ્ટી ધારણ

samaysandeshnews

પાલનપુર જી. ડી. મોદી કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!