આજરોજ તારીખ 20/2 /2022 ના રોજ વોર્ડ નંબર 15 માં શ્રી જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે સેવા સેતુ કેમ્પ નું આયોજન ત્રણ દિવસથી કાર્યરત છે જેમાં આજ પૂર્વ રાજ્યકક્ષાના મંત્રીશ્રી તથા 78 વિધાનસભા ના ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) એ સેવા સેતુ કેમ્પ ની મુલાકાત લઇ ભાજપ શહેર મંત્રી શ્રી પરેશભાઈ દોમડીયા તથા હર્ષાબાજાડેજા દ્વારા આયોજિત સેવા સેતુ જેવી લોકહિતની સેવાકિય પ્રવૃતિને બિરદાવી ને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. જેમાં જામનગર શહેર મંત્રી પરેશભાઈ દોમડીયા તથા વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર શ્રી હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા શહેરી મહિલા મોરચાના પ્રભારી શ્રી સંગીતાબેન દવે વોર્ડ નંબર 1 ના મહિલા મોરચાના પ્રમુખ શ્રી ઉર્મિલાબેન ઉમરાણીયા, વોર્ડ નંબર 15 ના મહામંત્રી શ્રી ગૌતમ ભાઈ ડોબરીયા તથા શ્રી વિરલ જોશી, રસીલાબેન, જીલ અટારા અને વિસ્તારના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી અને કાર્યને બિરદાવ્યું હતું.
previous post