ગુજરાત રાજ્ય ના પનોતા પુત્ર તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જામનગર તાલુકાના લાખ બાવળના પાટિયાની સામે આર્યુવેદીક રિસર્ચ સેન્ટર નું શિલાન્યાસ કરવામાં માટે પધાર્યા.
તેઓની સાથે WHOના ડાયરેક્ટર જનરલ અને મોરેશિયસના વડાપ્રધાન પણ હાજર રહ્યા, આપણા યશવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા WHOના ડાયરેક્ટર જનરલ અને મોરેશિયસના વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે નાઘેડી ના પાટિયા પાસે ” ફૂડ રિસોર્ટ”ના ૪ નંબરના પોઇન્ટના ઇન્ચાર્જ શ્રી મોહિત સિંહ અને દુલાભાઇ જામ, અને સહ ઇનચાર્જ શ્રી જતીનભાઈ મોતીવરસ અને નીતિનભાઈ મકવાણા, રવિભાઈ ઢાકેચા, અભય ભાઈ બારીયા અને લાલપુર તાલુકાના અને સિક્કા શહેર ભાજપ પરિવાર હાજર રહ્યા.
તમામ પોઇન્ટના ઇન્ચાર્જ શ્રી કૂમારપાલ સિંહ રાણા હતા, અને “ફૂડ રિસોર્ટ” પોઇન્ટના સહભાગી શ્રી વિનોદભાઈ ચાવડા તથા જામનગર અધ્યક્ષ રમેશ ભાઈ મુંગરા તથા મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી તથા જામનગરના કૃષિ મઁત્રી રાખવજી ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.