જામનગર તાલુકા કક્ષાએ આશા સંમેલન નું આયોજન કરવામાં આવ્યુ જેમાં સમગ્ર જામનગર તાલુકાના આશા બહેનો તથા આશા ફેસિલીટેટર બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો
આ સંમેલનમાં ગ્રામ્ય કક્ષાએ કામ કરતા 27 આશા બહેનોને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ અને ઉપસ્થિત અધિકારી ગણ દ્વારા તેમને બિરદાવવામાં આવેલ હતા, આ તકે આશા બહેનો દ્વારા બેટી બચાઓ અભિયાન, રસીકરણ, જોખમી માતાઓ ની સુરક્ષા જેવા વિષયો પર નાટક, રાસ અને ગાયન દ્રારા પોતાની કામગીરી ની અભિવ્યક્તિ કરી ખુશાલી અનુભવી હતી
આ આશા સંમેલન માં RCHO ડો. નૂપુર ,EMO ડો. બીપીન મણવર તથા જિલ્લા અને તાલુકાના અધિકારી ગણ ઉપસ્થિત રહી આશા બહેનો ને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું , સમગ્ર આયોજન ડો. રાજેશ ગુપ્તા ની રાહબરી હેઠળ તાલુકા હેલ્થ ઓફિસના સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવેલ તેમજ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન નીરજ મોદી તથા રેણુકા બારાઈ દ્વારા રસાળ શૈલીમાં કરવામાં આવ્યું હતું