૧૭ વિદેશી નાગરિકો બીમાર:પાંચ વિદેશી નાગરિકો ને જામનગર ની હોસ્પિટલમાં દાખલ કરાયા .
જામનગર તા. ૧૩, જામનગરમાં થી કોરોના વાઇરસ વિદાય લઈ રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી દરરોજ માત્ર એકાદ-બે પોઝિટિવ કેસ જ નોંંધાઈ રહ્યા છે.
આ દરમ્યાન જામનગર નજીકના ના સિક્કા ના મધ દરિયામાં ઉભી રખાયેલી વિદેશી શીપમાં એક વિદેશી નાગરિક નું કોરોનાની બીમારીમાં મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. ઉપરાંત અન્ય ૧૭ વિદેશી નાગરિકો બીમાર પડ્યા છે. તેમાંથી પાંચ વિદેશી નાગરિકને જામનગર ની જી.જી.કોવિડ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે.જ્યારે તબીબી ટુકડીને મધ દરિયામાં મોકલવામાં આવી છે. તો તંત્રની પણ દોડધામ વધી જવા પામી છે. જયારે શીપમાં મૃત્યુ પામનાર વિદેશી નાગરિકની અંતિમવિધિ સિક્કા ગામ માં કરવામાં આવશે તે માટે જરૂરી કાર્યવાહી ચાલી રહી છે.
જામનગર તાલુકાના સિક્કાના મધ દરિયા માં ઈન્ડોનેશીયાથી એક શીપ આવીને ઉભી છે. તેમાં કુલ ૧૭ ઈન્ડોનેશીયન નાગરિકો છે. તેમાંથી એક નાગરિકનું કોરોના ની બીમારી સબબ મૃત્યુ થતાં સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું.
આ બાબતની જાણ જામનગર ના સબંધિત તંત્ર ને કરવામાં આવતા જ તંત્ર દોડતું થયું હતું. પ્રાથમિક તપાસમાં એ વિદેશી નાગરિકનું મૃત્યુ કોરોનાના કારણે થયું હોવાનું જાણવા મળે છે. આથી જામનગરથી તાબડતોબ એક તબીબી ટુકડીને સમુદ્રમાં મોકલવામાં આવી હતી અને શીપમાં રહેલા અન્ય ૧૭ વિદેશી નાગરિકોની આરોગ્ય વિષયક તપાસણી કરવામાં આવી રહી છે. જો કે, મળતી માહિતી મુજબ શિપના તમામ વિદેશી બીમાર છે. તેમાંથી અમુક કોરોનાની ઝપેટમાં ચઢી ગયા હોવા થી આજે પાંચ વિદેશી નગરીક ને જામનગર ની કોવિડ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય તમામ ને શિપ માં જ કોરોન્ટાઈન કરી દેવા માં આવ્યા છે.
બીજી તરફ સુત્રોના જણાવ્યા મુજબ ઈન્ડોનેશીયન નાગરિકનું મધદરિયે મૃત્યું થયું છે. આથી તેની અંતિમવિધિ જામનગર તાલુકાના સિક્કા ગામમાં કરવામાં આવનાર છે. આ માટે જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર જુદી જુદી મંજુરી મેળવવા માટે વ્યસ્ત બન્યું છે. હાલ તો વિદેશી નાગરિકના મૃત્યુ અન્વયે તંત્રની દોડધામ વધી છે અને સમગ્ર બનાવ ઉપર તંત્ર નજર રાખી ને બેઠું છે.
