જામનગરના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સા .નાઓની સુચના તથા એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એસ. નિનામા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.વી.વીંછી ના માર્ગદર્શન મુજબ જામનગર શહેર વિસ્તારમા એસ.ઓ.જી.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા . દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના શોભરાજસિંહ જાડેજા તથા ચંન્દ્રસિંહ જાડેજા તથા રવિભાઈ બુજડને બાતમી મળેલ કે , એક ઇસમ ચોરીની નંબર પ્લેટ વગરની કાળા કલરના એક્ટીવા મોટરસાયકલ સાથે સાધના કોલોની ગેઈટ નંબર -૧ ની સામે ચા ની કેબીન પાસે બેઠેલ છે જે હકીકત આધારે સદર જગ્યાએ રેઈડ કરતા ત્યા ચોરીના મોટરસાયકલ સાથે મજકુર ઈસમ મળી આવતા મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે . આરોપી : અમીતભાઈ ઉર્ફે પિન્ટુ અમરશીભાઈ રાઠોડ જાતે અનુ.જાતિ ઉવ .૩૮ ધંધો – રીક્ષા ડ્રાઈવીંગ રહે . ન્યુ હર્ષદમીલની ચાલી , શેરી નંબર -૨ , જામનગર