જામનગર સીટી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ તારીખ 1 થી સરકારી જામનગર મહાનગરપાલિકા સંચાલીત સ્થળોમાં આજથી વેક્સિન સર્ટીફીકેટ સાથે પ્રવેશ ફરજિયાત કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા કચેરી ખાતે આવતા અરજદારો સહિત અધિકારીઓના પણ વેક્સિન સર્ટીફીકેટ તપાસ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
શહેરીજનોના વિશાળહિતમાં અને કોરોના મહામારી સામે શહેરીજનોના રક્ષણ માટે તે માટે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. જામનગર સત્તાવાર જાહેર કરતા વેક્સિંગ નહીં તો એન્ટ્રી નહીં અને તેમાં લોકો પણ પુરતો સહકાર આપે તેવી આશા રાખવામાં આવી રહી છે, હાલમાં ગુજરાત રાજય સહિત જામનગર શહેરમાં કોવિડ–19 મહામારીને પહોંચી વળવા તથા લોકોને આ રોગથી રક્ષણ મળે તે માટે મોટાપાયે વેકસીનેશનની કામગીરી ચાલી રહેલ છે.