Samay Sandesh News
ગુજરાતજામનગર

જામનગર માં જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આજરોજ શિક્ષકોએ અને કર્મચારી કાળી પટ્ટી ધારણ

જામનગર માં જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આજરોજ શિક્ષકોએ અને કર્મચારી કાળી પટ્ટી ધારણ કરીને આપ્યું શિક્ષણ જામનગર ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજનાની માંગણી કરતાં શિક્ષકો

જામનગર , સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સાથે કર્મચારી મંડળ લડતના આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે જામનગર માં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ જૂની પેન્શન યોજના અમલ કરવા માટે આજથી કાળી પટ્ટી ધારણ કરી છે અને સુત્રોચાર કરીને સરકારની આંખ ઉઘાડવા શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની સુચના મુજબ આજે ૧ એપ્રિલના દિવસ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે જુદી જુદી રીતે લડત શરૂ કરવામાં આવી છે વાત કરીએ તો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જુની પડતર માંગણીઓ સ્વીકાર કરવાની સરકાર સમક્ષ માંગણીઓ અનેક રજૂઆતો કરવા છતાં પણ શિક્ષકોની માંગણીનો હકારાત્મક નિકાલ નહી નિકળતા આજે તારીખ ૧ એપ્રિલના રોજ કાળી પટ્ટી ધારણ કરી શિક્ષકોએ શિક્ષણ સૂચના અનુસંધાને અને બેનર હાથમાં લઇ સૂત્રોરચાર કર્યા હતા અને કાળી પટ્ટી ધારણ કરી શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું હતું.

Related posts

રાજકોટ : રાજકોટના યુવાનો બની રહ્યા છે લોકોના આપદા મિત્ર

samaysandeshnews

મોંઘવારીને પહોંચી વળવા મોરબીમાં બાળમજૂરોની સંખ્યા વધી

samaysandeshnews

ભાવનગર : “G20-ONE EARTH,ONE HEALTH”

cradmin

Leave a Comment

error: Content is protected !!