જામનગર : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો ને સન્માનીત કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આજે 5 સપ્ટેમ્બર શિક્ષકદિન ના દિવસે જામનગર ના તાલુકા અને જિલ્લા કક્ષા ના અનેક શિક્ષકો નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના શિક્ષકો ને સન્માનીત કરવાના કાર્ય અંતર્ગત આજે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિતે શહેર મધ્યે આવેલા મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી જામનગર ની કચેરી ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા અને તાલુકા કક્ષા ના શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ ના હસ્તે જિલ્લા અને તાલુકા કક્ષા ના આદર્શ શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ,ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, મેયર બિનાબેન કોઠારી, પૂર્વ ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, કલેકટર સૌરભ પારઘી સહિત પદાધિકારી અધિકારી અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા