Samay Sandesh News
ગુજરાતજામનગર

જામનગર શહેરમાંથી ચાંદીના નાના મોટા છતર નંગ -૧૬ કિ.રૂ .૧૪,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી જામનગર એલ.સી.બી.

જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ  પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન એલ.સી.બી. ના પોલીસ હેડ કોન્સ વનરાજભાઇ મકવાણા તથા એ.એસ.આઇ માંડણભાઇ વસરાને મળેલ હકિકત આધારે જામનગર શહેરમા ચાંદી બજાર મા પ્રવિણભાઇ લખમણભાઇ પરમાર દરજી રહે.લાલપુર મેઇન બજાર રામ મંદિર આગળ નસીબ હોટલની બાજુમા લાલપુર જી.જામનગર વાળાના કબજામાંથી નાના મોટા ચાંદીના છતર નંગ -૧૬ વજન ૩૫૮ ગ્રામ કિ.રૂ. ૧૪,૦૦૦/- ગણી શકપડતી મિલકત તરીકે કબ્જે કરી એ.એસ.આઇ.માંડણભાઇ વસરા એ કાયદેસરની કાર્યવાહી કરી વધુ કાર્યવાહી કરવા સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ મોકલી આપેલ છે.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા નાઓની સુચના થી પો.સ.ઇ. શ્રી કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , માંડણભાઈ વસરા , અશ્વિનભાઇ ગંધા હરપાલસિંહ સોઢા , ફીરોજભાઇ દલ હીરેનભાઇ વરણવા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર યશપાલસિંહ જાડેજા ભગીરથસિંહ સરવૈયા , દિલીપ તલવાડીયા વનરાજભાઇ મકવાણા , હરદિપભાઇ ધાધલ , ધાનાભાઇ મોરી રઘુભા પરમાર યોગરાજસિંહ રાણા , સુરેશ માલકીયા , એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે .

Related posts

મેંગોપીપલ પરીવારના સ્લમવિસ્તારોના બાળકો સંગ હરિવંદના કોલેજના સર્વેશ્વરભાઈ ચૌહાણના પુત્ર આત્મન ચૌહાણનો જન્મદિવસ ઉજવાયો

samaysandeshnews

સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા-લીડ બેંક દ્વારા જામનગરમાં મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો

samaysandeshnews

કચ્છ : કચ્છ જિલ્લાની ૮૧ ગ્રામ પંચાયતોને મળ્યા પોતિકા પંચાયત ઘર

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!