Samay Sandesh News
ક્રાઇમગુજરાત

જામનગર શહેરમાંથી મોટર સાઇકલ ની ચોરી કરનાર ઈસમને મોટર સાયકલ રૂ.20,000 ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ

ગઇ તા .૩૦ / ૦૬ / ૨૦૨૧ ના રોજ ફરીયાદીશ્રી દેવશીભાઇ કેશુરભાઇ ચાવડા રહે . ગોકુલનગર જામનગર વાળા પોતાનુ હીરો હોન્ડા મો.સા. જી.જે .૧૦ એડી ૮૮૦૭ નુ લઇને કામ અર્થે સમપર્ણ સર્કલ પાસે ગયેલ ત્યારે ફરીયાદીએ પોતાનુ મો.સા. વીશાલ હોટલની સામે , કીલુ વસંતભાઇ ની વાડી પાસે પાર્ક કરેલ હતુ . જે મો.સા. કોઇ ચોરી કરી લઇ જતા ફરીયાદીએ સીટી સી પો.સ્ટે . માં અજાણયા માણસ વિરૂધ્ધ ફરીયાદ કરેલ હતી . જે ગુનો વણશોધાયેલ હતો . જામનગર જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા શ્રી નીતેશ પાંડેય નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા .

 

આ દરમ્યાન સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા તથા હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમી હકિકત આધારે દિક્જામ સર્કલ પાસે , કોમલનગર તરફ જતા રોડ ઉપરથી આરોપી સુભાષભાઇ ઉર્ફે કાતીયો દીનેશભાઇ ગોહીલ રહે . ખેતીવાડી , રાવળદેવ વાસ , જામનગર વાળાના કબ્જા માંથી ચોરાઉ હીરો હોન્ડા સપ્લેન્ડર મો.સા. મળી આવતા કિ.રૂ. ૨૦,૦૦૦ / – ગણી પો.સબ ઇન્સ.શ્રી કે.કે.ગોહીલએ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીને સીટી સી ડીવી પો.સ્ટે.માં સોપી આપેલ છે . આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા , પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી , શ્રી કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા , સંજયસિંહ વાળા , હરપાલસિંહ સોઢા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , અશ્વિનભાઇ ગંધા , દિલીપભાઇ તલવાડીયા , હીરેનભાઇ વરણવા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , વનરાજભાઇ મકવાણા , ધાનાભાઇ મોરી , યશપાલસિંહ જાડેજા , હિતેન્દ્રસિંહ જાડેજા , અશોકભાઇ સોલંકી , ખીમભાઇ ભોચીયા , નિર્મળસિંહ જાડેજા , યોગરાજસિંહ રાણા , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા , સુરેશભાઇ માલકીયા , એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે

Related posts

રાજ્યમાં 50 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો, ગુરુવારે 3.39 લાખ લોકોએ રસી લીધી

cradmin

જામનગર : જામનગર શહેરના ગુલાબનગર પાસે આવેલ તાજ હોટેલ નજીક પિતા-પુત્ર પર ખૂની ખેલ ખેલાયો

cradmin

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કર્મચારી કલ્યાણ ટ્રસ્ટના નેજા હેઠળ મુખ્ય હિસાબી અધિકારી શ્રી એ આર મકવાણા સાહેબશ્રી નો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!