જામનગરમાં આજે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાદળથી છવાયેલા આકાશમાંથી લાખોટા તળાવના મ્યુઝિયમ પર વીજળી પડતા ભારે નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ 17 લાખથી વધુ ઇલેક્ટ્રિકલ વસ્તુઓમાં નુકસાન થયું છે, જ્યારે 5 લાખનું સ્ટ્રક્ચરમાં નુકસાન થયું છે.
વીજળી પડતા ઈલેક્ટ્રિક વસ્તુમાં ભારે નુકસાન થયું છે. ઇલેકટ્રીક સાધનોમાં 17 લાખનું અને સ્ટ્રક્ચરમાં 5 લાખનું નુકસાન થયુ છે. લાખોટા તળાવના ફોટા અને મ્યુઝિયમમાં કુલ 22 લાખથી પણ વધુનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. તેમજ મોટાભાગની વસ્તુઓ ફેલ થઈ ગયી છે.