જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં એક આરોપીની અટકાયત બાદ પૂછપરછ સમયે આરોપીએ ઉશ્કેરાઈ જઈ અને પોલીસ સ્ટાફ સાથે અયોગ્ય વર્તન કરી અને પોલીસ અધિકારી પર હુમલો કરી દેતા આ મામલે પોલીસ આરોપી વિરુદ્ધ વધુ એક ગુન્હો નોંધવાની ફરજ પડી છે . જામનગર સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ જે જલુ દારૂના કેસમાં બુટલેગરની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે આરોપી બુટલેગરે ઉગ્રતા દાખવી પોલીસ અધિકારી પર હુમલો કરી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી છે , અને ખુદ પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જલુએ ફરિયાદી બની આ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે , પોલીસ ફરિયાદની વિગતે નજર કરવામાં આવે તો જામનગર સીટી એ ડીવીજન પોલીસ મથકમાં દારૂના ગુન્હામાં જેની સંડોવણી ખુલવા પામી હતી તે બુટલેગરે કોર્ટમાં સરેન્ડર કરતા પોલીસ તેની વિધિવત રીતે અટકાયત કરી પોલીસ મથક ખાતે લાવી હતી , જે બાદ ગતરાત્રીના અન્ય આરોપીઓની જેમ આ આરોપીની પણ પૂછપરછ વખતે આરોપી એકદમ ઉશ્કેરાઈ જ હાજર પોલીસ સ્ટાફને મનફાવે તેમ બોલવા લાગ ને ” કામે લાામેડ જોઈ લઈશ ” કેતી પદીઓ પાડી.
દારૂના ગુન્હામાં જેની સંડોવણી ખુલવા પામી હતી તે બુટલેગરે કોર્ટમાં સરેન્ડર કરતા પોલીસ તેની વિધિવત રીતે અટકાયત કરી પોલીસ મથક ખાતે લાવી હતી , જે બાદ ગતરાત્રીના અન્ય આરોપીઓની જેમ આ આરોપીની પણ પૂછપરછ વખતે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને હાજર પોલીસ સ્ટાફને મનફાવે તેમ બોલવા લાગ્યો હતો અને ” તમને બધાને હું જોઈ લઈશ ” તેવી ધમકીઓ મારી હતી , જે બાદ આરોપી જેની પૂછપરછ ચાલી રહી હતી તેને પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જલુ પર હુમલો કરી દીધો હતો .