GSRTC ડેપોમાં ડીઝલ નથી.
જામનગર આપ દ્વારા ડેપોની મુલાકાત લેવાઇ
GSRTC ડેપો માં ડીઝલ નથી!!
તાજેતર માં સતત વધતા જતા ડીઝલ પેટ્રોલ ના ભાવ થી કંટાળેલા એસટી ના ડીઝલ કોન્ટ્રાક્ટરે 21 રૂપિયા ડીઝલ મોંઘુ પડતા કોન્ટ્રાક્ટ રદ્ કર્યો. પેટ્રોલ ડીઝલ ના ભાવ પબ્લિક પછી સરકારી કોન્ટ્રાકટર ને અસર કરતા કોન્ટ્રાક્ટ રદ: પબ્લિક પરેશાન. સરકારી કોન્ટ્રાકટર ને ડીઝલ 21 રૂપિયા મોંઘુ પડે છે તેજ ડીઝલ પ્રાઇવેટ પેટ્રોલ પંપ માં 3 રૂપિયા સસ્તું એસટી ને મળે છે.
જામનગર તાજેતર માં છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા સતત રૂપિયો બે- રૂપિયો કરી અત્યારે પેટ્રોલ નો ભાવ 100 ને આંબી ગયો છે ત્યારે અહો આશ્ચર્યમ જેવી સ્થિતિ સર્જાય છે, ગુજરાત એસટી ને જે કોન્ટ્રાકટર દ્વારા ડીઝલ પુરું પાડવામાં આવી રહ્યું હતું તેને ડીઝલ નો ભાવ કોન્ટ્રાક્ટ માં મળતા ભાવ કરતાં વધુ થઈ ગયેલ હોય વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સમગ્ર ગુજરાત એસટી ની બસો પ્રાઇવેટ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરવા જઇ રહી છે. અને આ પેટ્રોલ પંપ પર ડીઝલ 3 રૂપિયા જેટલું સસ્તું મળી રહ્યું હોવાની જાણકારી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતર માં ભારત સરકારે આ પેટ્રોલ ડીઝલ ના કટોકટી ના સમયે 40 હાજર ટન ડીઝલ શ્રી લંકા ને આપવાનું નક્કી કર્યું છે.
આજ રોજ એસટી ની બસો પ્રાઇવેટ પંપ પર ડીઝલ ભરાવતી હોવાની માહિતી આમ આદમી પાર્ટી ના હોદેદારો ને ધ્યાને આવતા પ્રમુખ કરશનભાઈ કરમુર તથા અન્ય હોદેદારો એ એસટી ડેપો ની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં અનેક પ્રશ્નો જાણવા મળ્યા હતા. આટલું જ નહિ પરંતુ ડીઝલ ના કારણે ઘણી ખરી બસો નિર્ધારિત સમય કરતાં મોડી ઉપાડતા આમ જનતા ને પણ ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.