Samay Sandesh News
ગુજરાતજામનગર

જામનગર“WHOના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસે કહ્યું “ગુજરાતમા મને બહુ મજા આવી”

જામનગર એપ્રિલ, નમસ્તે, નમસ્કાર , કેમ છો બધા મજામાં, ગુજરાત આવી મને બહુ મજા આવી આ શબ્દો છે WHOના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીનના શિલાન્યાસ પ્રસંગમાં જામનગર ખાતે સહભાગી થવા આવેલા WHOના ડાયરેકટર જનરલે ગુજરાતીમાં તેમના સંબોધનની શરૂઆત કરતા ઉપસ્થિત જનમેદનીએ ડો.ટેડ્રોસને તાળીઓના ગળગડાટથી વધાવ્યા.

ડો.ટેડ્રોસે તેમના 16 મિનિટના પ્રવચનના અંતે ગુજરાતીમાં આવજો કહીને સૌના દિલ જીતી લીધા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દુનિયામાં હેલ્થ અને વેલનેશના સૌથી મોટા આયોજનમાં ભારતને સામેલ કરવા બદલ તેમજ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી બોલીને સૌનું દિલ જીતી લેનાર WHO ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસનો આભાર વ્યક્ત કર્યો

આ સાથે જ નરેન્દ્રભાઇ મોદીએ પોતાના ત્રણ દાયકા જૂના સંબંધને યાદ કરીને ભારતના નિમંત્રણને માન આપીને પધારેલ અને ગુજરાતી બોલીને સૌનું દિલ જીતી લેનાર મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિન્દ જુગનાથનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાનના વડાપ્રધાને વીડિયોના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી તે અંગે આભાર વ્યક્ત કર્યો.

Related posts

અમદાવાદ: વલસાડ જિલ્લામાં પારનેરા ડુંગર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ

samaysandeshnews

સૌરાષ્ટ્ર યુનવર્સિટી ની ટીમ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ચેમ્પિયન્શિપ 20 -23 માર્ચ 2022 ઉદયપુર (રાજસ્થાન) માં ભાગ લીધો

samaysandeshnews

Crime:મોબાઇલ ટાવર પરથી ચોરી થયેલ પાવર મોડ્યુલ અને કેબલ નાં મુદ્દામાલ સાથે આરોપીઓની પકડી પાડતી હારીજ પોલીસ

cradmin

Leave a Comment

error: Content is protected !!