કૌભાંડ દિયોદર : મામલતદારે 15 દિવસ તપાસ કર્યા પછી ગરીબો ને અપાતો લાખો રૂપિયાનો અન્ન પુરવઠો ઝડપાતા પોલીસ ફરિયાદ
ગરીબો નો કોળિયો છીંનવતા કાળા બજારીઓ ફાલ્યો ફુલ્યા છે.ત્યારે જિલ્લાઓ ના તાલુકાના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ ના લીધે ગરીબો ને આપતો અન્ન પુરવઠો છીનવાઈ જાય છે.ત્યારે આવી કેટલીયે ફરિયાદો બનાસકાંઠા માં થવા પામી છે.ત્યારે ગરીબો નો લાખો રૂપિયા નો અન્ન પુરવઠો વેંચતા કાળા બજારીયા ની માહિતી મામલતદાર ને મળતા ફરિયાદ નોંધાઈ છે . દિયોદર મથક માં ગરીબો ને અપાતો લાખો નો જથ્થો વેચાણ થતી હોવાની બાતમી નાયબ મામલતદાર ને 15 મી મોબાઈલ ઉપર બાતમી મળતા મામલતદાર ના સ્ટાપ દ્રારા દિયોદર ના GIDC ના પ્લોટ નં -50 માં બિન અધિકૃત ઘઉં નો જથ્થો મળી આવેલ હતો.જેમાં અનઅધિકૃત સંગ્રહ કરેલ રૂ . 3,97,500 ની કિંમત ના ઘઉં 318 કટ્ટાં તથા રૂ .4,91,400 કિંમત ના ચોખા 378 કટ્ટાં એક ટ્રક જેની કિંમત 1,50,000 મુદામાલ સાથે સિઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી .15 મી તારીખે સિઝ કરેલ ગરીબો નો અન્ન જથ્થા ની તપાસ કરતા મામલતદારે જથ્થો સિઝ કર્યા ની તપાસ માં બે દિવસ માં કાળા બજારીયા ને 2 દિવસ માં બિલો રજૂ કરવા જણાવવા માં આવતા સમયમર્યાદા માં બિલો રજૂ થયેલ ન હતા.ત્યારબાદ બિલો રજૂ ના થતા આરોપી નું 19 મી તારીખે મામલતદારે નિવેદન લઈ બિલો ની પણ ચકાસણી પણ કરવામાં આવતા વિસંગતતા જોવા મળી હતી.સ્ટોક પત્રો જે સળંગ નિભાવવા ના હોય તે સળંગ નિભાવેલ ના હતા.સિઝ સમય ના પંચો , ટ્રક માલીક , ટ્રક ડ્રાઇવર , સ્થાનિક વેપારીઓ ના જવાબો માં પણ વિસંગતતા જોવા મળી હતી.સ્ટોક પત્રકો માં સિક્કા અથવા નામો અને કેટલાક કોરા પણ જણાઈ આવ્યા હતા .