જામનગર તા. ૧૬ ઓકટોબર, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટી તંત્ર જામનગર દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૧ના રોજ મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં આઈ.સી.ડી.એસ.શાખાને પણ સ્ટોલની ફાળવણી કરવામાં આવી હતી. આ સ્ટોલના માધ્યમથી આઈ.સી.ડી.એસ. અંતર્ગત આપવામાં આવતી વિવિધ સેવાઓની જાણકારી આપવામાં આવી હતી.ઉપરાંત આંગણવાડીની લાભાર્થી કિશોરીઓને હાઇજિન તેમજ પોષણ કીટ અને ટીશર્ટ વિતરણ કરવામાં આવ્યા હતા.
આંગણવાડી કાર્યકરો દ્વારા લોકોમાં પોષણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી આંગણવાડીમાંથી અપાતા ટેક હોમ રાશનના પૂર્ણા શક્તિ, માતૃ શક્તિ અને બાલ શક્તિમાંથી બનાવેલી વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ વાનગી નિદર્શનમાં THR માંથી કેક બનાવવામાં આવેલ હતી. આ જ દિવસે જામનગર જિલ્લા અદાલતના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં ચેરમેનશ્રી મુલચંદ ત્યાગીનો જન્મ દિવસ હોવાથી તેમના હસ્તે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યકરો દ્વારા બનાવાયેલી વાનગીની પ્રશંસા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ.સૌરભ પારધી, પોલીસ અધિક્ષકશ્રી નિતેષ પાંડે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી પી.એસ.સૂચક, પ્રાંત અધિકારીશ્રી આસ્થા
ડાંગર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કીર્તન પરમાર, આઈ.સી.ડી.એસ. નાં ઇ.ચા.પ્રોગ્રામ ઓફિસર ડૉ.ચંદ્રેશ ભાંભી, લગત ઘટકનાં સી.ડી.પી.ઓ.શ્રી, આઈ.સી.ડી.એસ. વિભાગનાં અને જિલ્લા અદાલતના કર્મચારીઓ તથા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.