જામનગર તા.૦૭ ઓકટોબર, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ક્લીન ઇન્ડિયા અને નવરાત્રી રાસ ગરબા હરિફાઇ-૨૦૨૧ અન્વયે જામનગર જિલ્લા-શહેરકક્ષાની રાસ ગરબા હરીફાઈનું આયોજન જામનગર મુકામે કરવામાં આવેલ હતું. જેમાં જામનગર ગ્રામ્ય(જીલ્લા કક્ષા) પ્રાચીન ગરબાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉમિયાજી મહિલા કોલેજ ધ્રોલ, દ્રિતીય ક્રમે શ્રી જી.એમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ આવેલ છે. રાસની સ્પર્ધા પ્રથમ ક્રમે શ્રી આશાપુરા ગરબી મંડળ જામજોધપુર,દ્રિતીય આશાપુરા યુવક મંડળ જામજોધપુર અને તૃતીય ક્રમે ચામુંડા રાસ મંડળ લતીપુર આવેલ છે.
જામનગર શહેરકક્ષા પ્રાચીન ગરબાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર,દ્રિતીય ક્રમે જયશ્રી ખોડીયાર ગરબી મંડળ અને તૃતીય ક્રમે આઈ શ્રી સોનલ નવરાત્રી ઉત્સવ સમિતિ જામનગર આવેલ છે. અર્વાચીન ગરબાની સ્પર્ધા પ્રથમ ક્રમે શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર દ્રિતીય દીપ ગ્રુપ જામનગર અને તૃતીય ક્રમે આશા ગ્રુપ જામનગર આવેલ છે. રાસની સ્પર્ધા પ્રથમ ક્રમે રાજ્શક્તિ રાસ મંડળ જામનગર, દ્રિતીય ક્રમે ચારણ રાસ મંડળ જામનગર અને તૃતીય ક્રમે શ્રી આદ્યશક્તિ રાસ મંડળ આવેલ છે. સ્પર્ધાનું સંપૂર્ણ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીનીતાબેન વાળા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિશે વધુ વિગત માટે કચેરીના ફોન નંબર ૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.