Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

જુનાગઢ જીલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમા જીઓ કંપની દ્વારા આડેધડ ખોદાણથી સરકારી મિલ્કતો અને લોકોને ભારે નુકસાની

મુખ્યમંત્રી રાજ્યપાલ હાઈવે ઓથોરિટી સ્ટેટ સેક્રેટરી લગત અધિકારીઓને લેખિત અરજી કરવામા આવી

જીઓ કંપની દ્વારા નિયમ વિરુદ્ધ કેબલ લાઈન ખોદાણ કરીને જાનમાલની ખુવારી

રિલાયન્સ જીયોના અન્ડર ગ્રાઉન્ડ કેબલ લાઈન નિયમો મુજબ નાખેલ નથી અને સરકારી મિલકતોને કરેલ નુકસાન બાબત . ઉપરોક્ત વિષય અન્વયે ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં જીઓ કંપનીએ અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખેલ છે . હજારો કી.મી. કેબલ લાઈન પાથરેલ છે જેમાં નીચે મુજબ ની ગેરરીતો કરી સરકારી મિલકતોને નુકશાન કરેલ છે .

( ૧ ) કેબલ લાઈન સ્ટેટ રોડથી ૧૧ થી 15 મીટર મીટર દુર, નેશનલ હાઈવે ઉપર 22 મીટર દુર, ગ્રામ્ય માર્ગો ઉપર 7 મીટર દુર નાખવાની મંજૂરી હોય તેમજ મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ કેટલા મીટર કેબલ લાઈન નાખવા ની મંજુરી આપવામાં આવી છે અને ખરેખર કેટલા મીટર કેબલ છે તેની વિગત તપાસવા મા આવે તો મસમોટું કોભાંડ પણ બહાર આવે તેમ છે પરંતુ રાજ્ય કે જુનાગઢ જીલ્લામાં ક્યાય પણ નિયમો મુજબ કામ કરેલ નથી અને રોડની સાઈડ પટ્ટી અથવા સોલ્ડર પર નાખેલ છે . ( ૨ ) રોડ પર આવેલ પુલો પર નડતર પૂર્વક કોઈ પણ પાસેથી મંજૂરી લીધા વગર કોંક્રીટ અને પાઈપ દ્વારા કેબલ નાખેલ છે . ( ૩ ) જુનાગઢ જીલ્લા ના માળીયા તાલુકાના ખોરાસાગીર ગામે તો પાણી પુરવઠા બોર્ડની હયાત પાઈપ લાઈનમાં ભંગાણ કરીને કેબલ લાઈન નાખેલ છે . જેમાં પણ પાણી પુરવઠા બોર્ડ ની કોઈ પણ મંજૂરી લીધેલ નથી .( ૪ ) નેશનલ સ્ટેટ જીલ્લા પંચાયતના રોડ પર કોઈ પણ મંજૂરી લીધા વિના ક્રોસિંગ કરીને કેબલો નાખેલ છે . ( ૫ ) રાજ્ય અને જુનાગઢ જિલ્લામાં ઘણી બધી જગ્યાએ પાણી ની પાઈપલાઈન સાથે કે તેની ઉપર નીચે પણ કેબલ લાઈનો પાથરેલ છે . ( ૬ ) વન વિભાગના વિસ્તારોમાં પણ કોઈ મંજૂરી વગર કેબલ લાઈનો નાખેલ છે .

(૭) એકજ ડકની મંજુરી આપી હોઈતેના બદલે ત્રણ નાખી નિયમ મુજબ ક્યાંય જરૂરી ઊંડાઈ તો કરી જ નથી આમ ગેરકાનૂની રીતે રાજ્ય તથા જુનાગઢ જીલ્લામાં કેબલલાઈન નાખેલ હોવાથી રોડના સોલ્ડર અને પાણીની પાઈપ લાઇનો તૂટી જવાથી ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે રાજયમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા છે લોકોને કાયમી ખોડ ખાંપણ રહી ગઇ હોય. આવી અનેક હાલાકીઓ આ કંપનીની બેજવાબદારી ને લીધે પડી રહી છે . તો નિયમ વિરુદ્ધ જે કેબલ લાઇનો હાલ અન્ડર ગ્રાઉન્ડ નાખેલ છે તે દુર કરાવી અને કંપની થી કરેલુ સરકારી મિલકતોનું નુકસાન કંપની પાસે વસુલાય અને લગત અધિકારીઓ, જીઓ કંપની ના અધિકારીઓ ઉપર નમુનારૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી વિનંતી . વધુમાં જણાવેલ કે દિવસ દસ ની અંદર આ કેબલો હટાવવાની કામગીરી ચાલુ કરવામાં નહી આવે તો અમો રાજ્યના લોકોના હિતમાં ગુજરાત હાઈકોર્ટ માં કંપની અને તેના અધિકારીઓ અને લગત સરકારી તંત્ર સામે કાનૂની પગલા ભરવા જાહેર હિતની અરજી પણ કરીશું . જેની નોંધ લઈ આ કેબલ લાઈન પાથરવામાં મદદ કરનાર સરકારી તંત્રના અધિકારીશ્રીઓ અને કંપની ના જે તે સમય ના અધિકારીઓ , ઈજનેરો કે જેમણે આ કેબલ લાઇનો પથારાવેલ છે તેમની સામે પણ કાયદાકીય પ્રક્રિયાથી ધોરણસરની કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે .

Related posts

માંગરોળ ના લોએજ ખાતે મેગા પશુરોગ નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ યોજાયો, 400 થી વધુ પશુઓની સારવાર કરવામાં આવી

samaysandeshnews

જામનગર જિલ્લાના ગામ માં અતિવૃષ્ટિના કારણે થયેલ તારાજીની સર્વે કામગીરી પૂરજોશમાં

samaysandeshnews

ડો.ભીમરાવ આંબેડકર સાહેબ જન્મજયંતી મહોત્સવ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!