જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામના તલાટી કમ મંત્રીએ બાંધકામ માટે લાંચ માંગી હતી .આ બાબતે ફરિયાદીએ જૂનાગઢ એસીબી નો સંપર્ક કરતા છટકું ગોઠવી લાંચીયા મંત્રીને ઝડપી લીધો હતો.વંથલીનાં કોયલી ગામના સર્વે નંબરમાં આવતા પ્લોટિંગમાં બાંધકામની મંજુરી માટે કોયલી ગામમાં મંત્રી તરીકે ફરજ બજાવતા જસ્મીન ડાંગરે ફરિયાદી પાસે મંજુરી આપવા બાબતે 36,000 ની લાંચ માંગી હતી.
જે બાબતે ફરિયાદીએ જૂનાગઢ લાંચ રૂશ્વત બ્યુરોનો સંપર્ક કરી પોતે સમગ્ર વાસ્તવિકતા જણાવી હતી જેને ધ્યાને લઈ જૂનાગઢ એ.સી.બી મદદનીશ નિયામક બી.એલ.દેસાઈ ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ.સી.બી. ટીમ દ્વારા વંથલી બાયપાસ પર લાંચ માંગનાર આરોપીને પકડવા છટકું ગોઠવી સફળ કામગીરી કરી હતી.અને આરોપીઓને વધુ પૂછપરછ માટે કોર્ટમાં હાજર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી….