Samay Sandesh News
અન્યખેડા (નડિયાદ)ગીર સોમનાથગુજરાતજુનાગઢનવસારી

જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોના સહાય મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી

  • કોરોના થી મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવવા મામલે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમા ચાલી રહી છે સુનાવણી
  • ગુજરાત સરકારે માત્ર 10000 નો જ મૃત્યુ આંક દર્શાવ્યો

કોવિડ-19 મહામારીમાં ભાજપ સરકારના ગુન્હાહીત અને અણઘડ વહીવટને પરિણામે રાજ્યના લાખો નાગરિકોએ તેમના જીવ ગુમાવ્યા છે. ઉપરાંત મૃતકોના આંકડા છુપાવવાના અત્યંત નિંદનીય પ્રયાસો પણ ભાજપની સરકારે કર્યા છે.તાજેતરમાં સુપ્રિમકોર્ટની આકરી ટિપ્પણીઓના સંદર્ભમાં આ સઘળી હકીકતો બહાર આવી છે. આ અંગે પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી પડદા ફાસ કરવામા આવ્યો.

સરકારના ચોપડે નોંધાયેલ મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી છે ગુજરાતમા અંદાજે 300,000 થી વધુ લોકો નાં મૃત્યુ થયા છે.અત્યાર સુધીમાં 91810 અરજીઓ આવી જેમાં 58,840 અરજી ઓ મંજૂર થઈ ૧૫૦૦૦ જેટલી અરજીઓ પેન્ડિંગ છે પાંચ હજાર જેટલી અરજીઓ રિજેક્ટ થઈ ૧૧ હજાર જેટલી અરજીઓ પ્રોસેસમાં છે.
સુપ્રીમ કોર્ટ એ કહ્યું લોકો સરકાર ની દયા પર નથી જીવતા… સરકાર વળતર ચૂકવિને કોઈની પર ઉપકાર નથી કરતી WHO એ ભારત સરકાર ના કોવીડ મૃત્યુ આંકડા પર વિશ્વાસ કરતું નથી.

જુનાગઢ શહેર – જીલ્લા માં 3100 થી વધારે અરજી ઓ થઇ છે. લોકો ને સહાય મેળવવા દરદર ભટકવું પડે છે. ભાજપ સરકાર દ્વારા જુનાગઢ શહેર – જીલ્લા ના મૃત્યુ આંક 168 નો જાહેર કરવામા આવ્યો હતો. ખોટા આંકડાઓ બતાવી લોકો ને સહાય થી વંચિત રાખવા ના પ્રયત્નો સરકાર દ્વારા થઇ રહ્યા છે.આ પ્રેસ કોન્ફરન્સ માં જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, જીલ્લા પ્રમુખ નટુભાઈ પોંકિયા, કોર્પોરેટ ર લલીત ભાઈ પરસાણા, કિશોરભાઈ હળવા ની, ગાંડુભાઈ ઠેસિયા, વાસવાણીભાઈ, રાજુભાઇસોલંકી, અરવિંદભાઇ, નથુભાઈ, સફિભાઈબંગાલી,કુદુસભાઈ, દાદુભાઈ હાલા,નિકુંજભાઇ, કાનાભાઈ ઘરડેસા, શારદાબેન, ફરજનાબેન, વર્ષાબેન,નથુભાઈ, બાવનજીભાઈ પટોડિયા,સહીત આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.

Related posts

ક્રાઇમ: નિજ્જર કેનેડામાં હથિયારોની તાલીમ શિબિરો ચલાવતો હતો, ભારતમાં હુમલાઓને ભંડોળ પૂરું પાડતો હતો, ઇન્ટેલ બતાવે છે

cradmin

જેતપુરમાં 178 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેતી પોલીસ

samaysandeshnews

દેશ-વિદેશ: 45 વર્ષ પહેલા કેનેડામાં ખાલિસ્તાન ચળવળના ઉદભવનો સંક્ષિપ્ત ઇતિહાસ

cradmin

Leave a Comment

error: Content is protected !!