Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

જૂનાગઢના સોનલધામ મઢડા ખાતે પુજ્ય બનુમાં ૯૪ વર્ષની વયે દેવલોક પામ્યા હતા જેને સોનલધામ મઢડા ખાતાએ મંદિર પાસે જ સમાધિ અપાઈ

મઢડામાં બનુઆઇ માતાજીને શ્રધ્ધાંજલી અર્પણ કરતા પૂ . ઇન્દ્રભારતી બાપુ : કેશોદના સોનલધામ મઢડા મંદિરના બનુઆઇ માતાજી ( ઉવ . ૯૪ ) દેવલોક પામતા જૂનાગઢ રૂદેશ્વર જાગીરભારતી આશ્રમનાશ્રી મહંત પૂ . ઇન્દ્રભારતી બાપુ મઢડા જઇ પૂ.માતાજીના પાર્થિવ દેહને પુષ્પાંજલી આપતા તસ્વીરમાં નજરે પડે છે . ઉપરાંત કિર્તીદાન ગઢવી , દેવાયત ખવડ સહિતના કલાકારોએ પણ માતાજીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી . જૂનાગઢ જિલ્લાના કેશોદથી ૧૭ કિ.મી. દૂર આવેલા મઢડા ગામે બિરાજમાન સોનલ ધામ મઢડા ના પૂ . બનુમાં ૯૪ વર્ષની ઉંમરે દેવલોક પામ્યા છે . અસંખ્ય ભાવિકોમાં ઘેરો શોક છવાયો છે . વર્ષોથી માની ભક્તિ કરતા અને માત્ર સોરઠ જ નહીં ગુજરાત જ નહીં વિશ્વમાં પૂજાતા પૂ . બનુમાં દેવલોક પામતાં સર્વત્ર શોક છવાયો છે તેમ રામભાઇ કેશવાલાએ જણાવ્યું છે .

કેશોદ તાલુકાનાં સોનલધામ મઢડાનાં મુખ્યા પુ . બનુંઆઇ ૯૪ વર્ષની વયે દેવલોક પામ્યા હતા આ સમાચારથી ગઢવી સમાજ સહીતના માંઇ ભક્તોમાં ગમગીની વ્યાપી ગઈ હતી આજે સવારે બનુમાનાં પર્થીક દેહને અંતિમદર્શન માટે રાખવામા આવશે અને બપોરબાદ સમાધી આપવામા આવશે કેશોદ તાલુકાના સોનલધામ મઢડામાં આવેલી જગ્યામાં મુખ્યા પુ . બનુઆઇની તબીયતના દુરસ્ત રહેતી હતી આ દરમિયાન કાલે બપોરબાદ બનુંમાની તબિયત લથડી હતી અને તેઓએ ૯૪ વર્ષની વયે પુ . બનુઆઇ દેવલોક પામ્યા હતા આ સમાચારથી દેશ વિદેશમાં ગઢવી સમાજ અને માઇ ભક્તોમાં ગમગીની વ્યાપી ગઈ હતી આજે સવારે પુ . બાનુમાંના પાર્થિવ દેહને ભાવિકોને અંતિમ દર્શન માટે રાખવામા આવશે અને બપોરબાદ માતાજીની ઇચ્છા મુજબ મંદિર નજીક સમાધી આપવામા આવશે પુ . બનુઆઇ પુ . સોનલઆઇનાં સગા બહેન થતા હતા આજે સાંજે પણ મોટી સંખ્યામાં પુ . માતાજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડ્યાં હતાં.

સવારે પુ . બાનુમાંના પાર્થિવ દેહને ભાવિકોને અંતિમ દર્શન માટે રાખવામા આવશે અને બપોરબાદ માતાજીની ઇચ્છા મુજબ મંદિર નજીક સમાધી આપવામા આવશે પુ . બનુઆઇ પુ . સોનલઆઇનાં સગા બહેન થતા હતા આજે સાંજે પણ મોટી સંખ્યામાં પુ . માતાજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડ્યાં હતાં . આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં સેવકો કેશોદ તાલુકાના મઢડા ખાતેના સોનલ મંદિરએ આવી રહ્યાનું જાણવા મળ્યું છે . બનુઆઇ દેવલોક પામ્યાના સમાચાર મળતા જ ભક્તો દ્વારા સોશિયલ મીડિયામાં બનુઆઇને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી રહી છે . જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ જણાવ્યું છેકે , ચારણ સમાજ અને અઢાર વર્ણની આસ્થાનું કેન્દ્ર એવું સોનલધામ મઢડાથી પૂ . બનુમા આજે પરલોક સિધાવ્યા છે . જેનું દુઃખ ચારણ સમાજને છે . બનુમાના આશિર્વાદ હંમેશા બધાને મળતા રહ્યાં છે . પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના અને ખરા અર્થથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું . નોંધનીય છેકે , કેશોદ નજીક આવેલા મઢડા ગામમાં આઇશ્રી સોનલ માતાજીનું મંદિર આવેલું છે . આ સ્થળ ચારણ સમાજ માટે એક આસ્થાનું કેન્દ્ર છે અને બારેમાસ આ ધામ ભક્તોથી ધમધમતુ રહે છે .

Related posts

જામનગર : 8 માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ

samaysandeshnews

Corona: પાટણ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ 19ની પૂર્વ તૈયારીઓ કરાઈ

cradmin

ભાવનગર: રોકડ રૂ.૩૨,૭૫૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં ૧૦ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

cradmin

Leave a Comment

error: Content is protected !!