- જિલ્લા અધ્યક્ષ ના હસ્તે કેસરીયો ધારણ કરી વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો.
- ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે યોજાયો કાર્યક્રમ.
દેશના પનોતા પુત્રને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કંડારાયેલા વિકાસ કાર્યોને લઈને સમગ્ર ગુજરાત માં કેસરીયો લહેરાયો છે, ત્યારે આ વિકાસયાત્રાને વેગ અપાવવા જૂનાગઢ તાલુકાના ભેસાણ ગામ ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટી ભેસાણ તાલુકા કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલની રાહબરી હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં બાર એસોસીએશનના પ્રમુખ વિરાલભાઈ ઉમરેટિયા ઉપપ્રમુખ,શૈલેષભાઈ ડોડીયા.સેક્રેટરી,અતુલભાઈ ભૂવા, કારોબારી સભ્ય પ્રશાંતભાઈ ડાવરીયા, લાઈબ્રેરીયન વિશાલભાઈ રામાણી, કારોબારી સભ્ય રજનિકભાઈ બાંભરોલિયા અગ્રણી નવનીતભાઈ માથુકિયા વિપુલભાઈ વોરા આ તમામ બાર એસોસિયેશનના પ્રમુખ સહિત તમામ સભ્યોએ જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ના હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો,
આગામી વિધાનસભા ને ધ્યાને લઇને ભાજપને મજબૂત કરવા સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ ,ભેસાણ તાલુકા ભાજપ પ્રુમુખ ઉમેશભાઇ બાંભરોલીયા,ભેસાણ સીટ ના જિલ્લા પંચયતના સદસ્ય અનુભાઈ ગુજરાતી,ચુડા સીટ ના જિલ્લા પંચયતના સદસ્ય કુમારભાઈ બસિયા,ભેસાણ તાલુકા ભાજપ મહામંત્રી જસ્કુભાઈ શેખવા, ભેસાણ તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ હીરપરા,ભેસાણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ વેકરીયા,ભેસાણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ મનસુખભાઈ નસિત,ભેસાણ તાલુકા ભાજપ મંત્રી રાજેશભાઈ રાઠોડ ,ભેસાણ તાલુકા ભાજપ કોષાધ્યક્ષ દુર્લભભાઈ કાપડિયા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આમ વિસાવદર વિધાનસભા મતવિસ્તારના ભેસાણ તાલુકાના બાર એસોસિયેશનના પ્રમુખ સહિત તમામ સભ્યો પોતાની ટીમ સાથે કેસરીયો ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીના સંગઠન શક્તિમાં વધારો થયો છે.