Samay Sandesh News
ગુજરાતજુનાગઢટોપ ન્યૂઝ

જૂનાગઢ જિલ્લાના રેલવે ફાટકો બંધ કરવા અંગેની એન.ઓ.સી કરાઇ રદ્દ..

સાંસદ રાજેશ ચુડાસમા અને જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ ની મહેનત રંગ લાવી

જીલ્લા કલેકટરે કરી ફાટક બંધ અંગેની એન.ઓ.સી. કરી રદ

એન.ઓ.સી રદ થવાના નિર્ણયને લઈને ફાટક સાથે સંકળાયેલા વિસ્તારના લોકોમાં ખુશીની લહેર

જૂનાગઢ જિલ્લામાં આવેલા રેલવે ફાટક કો બંધ કરવાના નિર્ણયને લઈને જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ,બીલખા,વિસાવદર, માળીયાહાટીના, મેંદરડા સહિત ૨૮ જેટલી ફાટકો બંધ અંગે એન.ઓ.સી આપવામાં આવી હતી, જેને લઇને, બીલખા, વિસાવદર,સતાધાર, કાસીયા નેસ તેમજ ભાડેર સાથે સંકળાયેલ ૨૮ જેટલી જગ્યાએ ફાટકો બંધ થવાના નિર્ણયને લઈને ફાટકની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને એક ગામ થી બીજે ગામ આવવા જવા પર પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે તે બાબતની રજૂઆત જૂનાગઢના લોકપ્રિય સાંસદ રાજેશ ચુડાસમાને વિસાવદર તાલુકાના જુની ચાવંડ, પ્રેમપરા, માંડણપરા, તોરણીયા સહિત ગામના આગેવાનો તેમજ ૨૮ જેટલી ફાટકો સાથે સંકળાયેલા ગામના સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને લઇને સાંસદ રાજેશ ચુડાસમા તેમજ, જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કિરીટ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી દ્વારા જિલ્લા કલેકટરશને ફાટક બંધ કરવાના નિર્ણયને તાત્કાલિક અસરથી રદ કરવા લોકહિતને ધ્યાને રાખી જિલ્લા કલેકટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે રજુઆત ને ધ્યાને લઈ જિલ્લા કલેકટરશ્રી.રચિત રાજ સાહેબે અમારી રજૂઆતને યોગ્ય ગણી જરૂરી ખરાઇ કરી તાત્કાલિક અસરથી રેલવે ફાટક બંધ કરવાની એન.ઓ.સી રદ કરી દીધી છે.

આ સાથે સંસદ રાજેશ ચુડાસમા અને અધ્યક્ષ કિરીટ પટેલ સાથે મીડયા દ્વારા કરાયેલ વાત દરમ્યાન જ્યાવ્યું હતુકે, જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાના લોકો દ્વારા અમોને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત અમોએ જિલ્લા કલેક્ટરશ્રી ને કરી હતી.જેને કારણે જૂનાગઢ જિલ્લામાં ૨૮ જેટલા રેલ્વે ફટકો બંધ કરવાના નિર્ણયને રદ્દ કરવાથી જુનાગઢ સહીત બીલખા,વિસાવદર, સતાધાર,કાસીયા નેસ સહિત ૨૮ ફાટકો જે વિવધ ગ્રામ્ય વિસ્તારને જોડતી તમામ ફાટકો સાથે સંકળાયેલા ગામના લોકોમાં ખુશી ખુશીની લહેર વ્યાપી ગઈ છે, ગ્રામજનો તેમજ સરપંચો દ્વારા લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ વિપુલભાઈ કાવાણીનો આભાર માનવામાં આવ્યો હતો,આમ પ્રજાના હિત માટે કામ કરતા ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા સંસદ અને જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદરો એ ફાટક બંધ થવાના નિર્ણયને રદ્દ કરાવવામા અને આ લોક ઉપયોગી સગવડ બંધના થાય અને લોકોને મળતી રહે એ માટેની આ લડતના સફળ પરિણામ અંગે જણાવ્યું હતું કે, લોકોના સહકારથી આ શક્ય બન્યું છે. તેમ જણાવીને સાંસદ રાજેશ ચુડાસમા જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ ભાજપના આગેવાનોએ લોકોનો પણ ખુબ ખુબ આભાર માન્યો હતો.

Related posts

દરેડ ગામે માં દર્શન ગૌશાળા દ્વારા કૃષિ અને ગૌસંવર્ધન મંત્રીને સન્માનિત કરાયા

samaysandeshnews

જામનગર : જામનગર જિલ્લા કક્ષાના આશા સંમેલન સાથે સાથે આશા બહેનો માટે ના આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ ના સેંસિટાઈઝેશન વર્કશોપ આયોજન કરવામાં આવ્યું

samaysandeshnews

Rajkot: સગર્ભા મહિલાઓને નિઃશુલ્ક સેવા આપતી રાજ્યસરકારની ‘‘ખિલખિલાટ વાન’’

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!