જૂનાગઢના વેપારી પંકજભાઇ જમનાદાસ શેખડા જેઓ જુનાગઢ રાજકોટ રોડ ભેંસાણ ચોકડી પ્લોટ નં -૧૨ માં “જુનાગઢ યુનીવર્સલ સીડસ” નામની કૃષિ જણસ / બીયારણ ઉત્પાદન તથા હોલસેલ નામની દુકાન ધરાવતા હોય. જેમાં થોડા દિવસ પહેલા ભાવેશ રામજીભાઇ સચદેવ તથા રમેશ રામજી ડાભી નામના આરોપીઓએ પ્રથમ બીયારણના વેપાર બાબતે વિશ્વાસમાં લઈ વેપારી પંકજભાઈ જમનાદાસ શેખડા પાસેથી કૃષી ( ખેતી ) ના અલગ – અલગ જસણ / બીયારણો અલગ – અલગ તારીખે મંગાવી બીયારણના કુલ રૂા. ૩૪,૦૯,૦૧૪ /- નો મુદામાલ મંગાવી પંકજભાઈ શેખડાને રૂપીયા નહી આપી અને પંકજભાઈ સાથે છેતરપીડી વિશ્વાસઘાત કરી નાશી ગયા હોય.
જેથી જુનાગઢના વેપારી પંકજભાઈ શેખડાએ પોતાની સાથે થયેલ છેતરપીંડી તથા વિશ્વાસઘાત અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ આરોપીને પકડી પાડવા કાર્યશીલ હતા. તે દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પો.કોન્સ. સાહિલભાઇ સમાને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે , સદર હું બનાવના આરોપી ભાવેશ રામજીભાઇ સચદેવ હાલ અમદાવાદ, ગીતા મંદિર પાસે રહેતો હોય. જે બાતમી આધારે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પો.હેડ કોન્સ. શબીરખાન બેલીમ, જયદિપભાઇ કનેરીયાને તાત્કાલીક અમદાવાદ ખાતે રવાના કરી આરોપીની તપાસ કરતા અમદાવાદ, નીકોલ ચાર રસ્તા ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ને સોપવામાં આવેલ. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ , જૂનાગઢના ઇચા.પોલીસ ઇન્સપેકટર એચ.આઇ.ભાટી તથા પો . હેડ કોન્સ . શબીરખાન બેલીમ , જયદિપભાઇ કનેરીયા તથા પો.કોન્સ . સાહિલભાઇ સમા તથા ડ્રા.પો.કોન્સ , વનરાજભાઇ ચાવડા વિગેરે પોસ્ટાફ એ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.