Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

જૂનાગઢ મનપાના નવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પ્રજાની ટ્રાફિકની સમસ્યા સાંભળી સિંગલ રસ્તાને પહોળો કરવા તાત્કાલિક કામગીરી કરાવી

જૂનાગઢ શહેરમાં આવેલ ઝાંસીની રાણી પાછળથી ઝાંઝરડા સાઈડ આવક જાવકનો સિંગલ અને સાંકળો રસ્તો હતો જેમાંથી ઝાંઝરડા જનાર અને સરદાર બાગ , મોતીબાગ ,અને વંથલી રોડ તરફ જાનારા લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જેનાથી છુટકારો મળ્યો છે.અને ખાસ એટલા વિસ્તારમાં  ટ્રાફિકનો પ્રશ્ન માથાના દુખાવા સમાં ઉભો થતો હતો. જે બાબતને નિરાકરણ લાવવામાં હરેશભાઈ પરસાણા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા જૂનાગઢ મનપા કમિશનર સાથે રસ્તાની સમસ્યાના મુદા પર ચર્ચા કરી તેમજ બાંધકામ શાખા ના નગર નિયોજક દીપક ગૌસ્વામી સાથે રસ્તો પહોળો કરવાની ચર્ચા કરી રસ્તાની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવી હતી.આ રસ્તાના તાત્કાલિક પ્રશ્ન નું નિરાકરણ આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  હરેશ પરસાણા અને અધિકારીઓ ને લોકોએ તત્તવરે કામ શરૂ કર્યા માટે અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

પ્રિ-મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની કામગીરીની સમીક્ષા બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ

samaysandeshnews

દેશમાં પ્રથમવાર સુરત મહાનગરપાલિકા દ્વારા લેવાયો મોટો નિર્ણય, પાણી-ગટર ની સેવામાં મળશે

samaysandeshnews

 જામનગર : જામનગરવાસીઓને મળશે સુરત સુધીની લક્ઝરી કોચ સેવા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!