- જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેન કિરીટ પટેલ ના હસ્તે આજ લાભ પાંચમ ના શુભ દિવસથી જણસીની આવકની કરાઈ શુભ શરૂઆત
- ધી.જીલ્લા સહકારી બેંક ના નવ નિયુક્ત ચેરમેન કિરીટ પટેલનું બજાર સમિતિ ના વેપારી મિત્રો દ્વારા કરાયું અદકેરું સન્માન
દિવાળીના રજાના દિવસોમાં માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારી મિત્રો વેપાર તેમજ હરરાજી કામકાજ મોકૂફ રાખવામાં આવતા બજાર સમિતિ દ્વારા હરરાજી કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું.જેને લઇ ખેડૂત મિત્રો ને પોતાની જણસ ના લાવવા યાર્ડ દ્વારા સુચન કરવામાં આવ્યું હતું આજે દિવાળીના પર્વની ઉજવણી બાદ લાભ પાંચમ ના પવિત્ર દિવસે જૂનાગઢ સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે બજાર સમિતિ અને વેપારી મિત્રો દ્વારા સ્નેહ મિલન તેમજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન કિરીટભાઈ પટેલની બિન હરીફ નિયુક્તિ કરવામાં આવેલ જેને લઇ વેપારી મિત્રો દ્વારા કિરીટભાઈ પટેલનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આ સ્નેહ મિલન અને વિશીષ્ટ સન્માન બાદ ચેરમેન શ્રી કિરીટભાઇ પટેલે વેપારી મિત્રો નો સહર્ષ આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે યાડના તમામ વેપારી મિત્રો સાથે તેમને પડતી દરેક મુશ્કેલીઓ માં ડગલેને પગલે વેપારીઓની સાથે રહીને સહકાર આપવાનો કોલ આપ્યો હતો, આ સન્માન તેમજ સ્નેહમિલન કાર્યક્રમમાં જુનાગઢ એપીએમસીના તમામ ડિરેક્ટરો તેમજ માર્કેટિંગ યાર્ડ ખાતે વેપાર સાથે સાથે જોડાયેલા તમામ એજન્ટ મિત્રો વેપારી મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન માર્કેટીંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી પીએસ ગજેરાએ કહ્યું હતું સન્માન કાર્યક્રમ બાદ તમામ વેપારી મિત્રો તેમજ કમીશન એજન્ટો તેમજ માર્કેટિંગ યાર્ડ ના સ્ટાફ મિત્રો અલ્પાહાર કરીને છૂટા પડયા હતા.