જૂનાગઢ શહેર કોંગ્રેસમાં નવી સંગઠનાત્મક શરૂઆત થયા છે, જેમાં મનોજ જોષીની શહેર પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ નિર્ણય ગુજરાત કોંગ્રેસના “સંગઠન શ્રુજન અભિયાન” અંતર્ગત લેવામાં આવ્યો છે, જેનું મુખ્ય ઉદ્દેશ કાર્યકર્તાઓની સાથે સંવાદ વધારવો અને લોકશાહી પદ્ધતિથી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો છે.
બે મહિના અગાઉ લોકસભાના વિપક્ષ નેતા શ્રી રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ જિલ્લાઓના કાર્યકર્તાઓએ સંગઠનમાં વિશ્વાસની ગરજ વ્યક્ત કરી હતી. તેમની મુખ્ય ફરિયાદ એ હતી કે શહેર કે જિલ્લા પ્રમુખની નિમણૂંક સમયે સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓને વિશ્વાસમાં લેવામાં આવતો નથી. રાહુલ ગાંધીએ આ મુદ્દાને ગંભીરતાથી લીધો અને ગુજરાત પ્રદેશમાં સંગઠનના પુનર્નિર્માણ માટે વિશાળ અભિયાન શરૂ કર્યું.
“સંગઠન શ્રુજન અભિયાન” અંતર્ગત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ સમગ્ર ગુજરાતમાં જુદી જુદી જગ્યાઓ પર 44 વરિષ્ઠ નેતાઓને ઓબ્ઝર્વર તરીકે મોકલ્યા. જૂનાગઢ માટે પણ આ અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ચાર વરિષ્ઠ નેતાઓની નિયુક્તિ કરી. આ પાંચેય પ્રતિનિધિઓ પાંચ દિવસ સુધી જૂનાગઢમાં રોકાયા અને સ્થાનિક સ્તરે વિવિધ મંતવ્યો એકત્રિત કર્યા.
આપેલા સમયગાળામાં કોંગ્રેસના ધારાસભ્ય, ભૂતપૂર્વ ધારાસભ્યો, લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડેલા ઉમેદવારો, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ અને શહેરના સામાજિક, ધાર્મિક, વ્યવસાયિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મીટિંગ યોજાઈ. દરેક પાસેથી લખિત તેમજ મૌખિક અભિપ્રાય લેવામાં આવ્યો. અંતે સર્વાનુમતે મનોજ જોષીનું નામ શહેર પ્રમુખ તરીકે સુચવાયું.
મનોજ જોષીનો રાજકીય અનુભવ પણ ખાસ ઉલ્લેખનીય છે. તેઓ 2010થી 2015 દરમિયાન મેંદરડા તાલુકા પંચાયતના સભ્ય અને વિરોધ પક્ષના નેતા રહ્યા છે. તેમની આગવી કામ કરવાની પદ્ધતિ અને લોકો સાથે નિમ્રતાથી વર્તન માટે તેઓ ચર્ચિત રહ્યા છે. ત્યારપછી 2011થી 2017 સુધી તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આઇ.ટી.સેલના ઉપપ્રમુખ તરીકે પણ કાર્યરત રહ્યા છે.
ફેબ્રુઆરી 2024થી પક્ષે તેમને જૂનાગઢ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સોંપી હતી. તેમની કામગીરીને ધ્યાને રાખીને હવે ફરીવાર તેઓને સંપૂર્ણ પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે. મનોજ જોષીની નિમણૂંકને જુનાગઢ શહેરના વિવિધ વર્ગોમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.
શહેર પ્રમુખ તરીકેની તેમની પ્રાથમિકતા શહેરના યુવા કાર્યકર્તાઓને સંગઠનમાં સક્રિય રીતે જોડવી, નર્મદાસભીભાઈ પટેલ મંડળ જેવા જૂના કાર્યકર્તાઓના અનુભવથી માર્ગદર્શન લેવું અને શહેરના સામાન્ય નાગરિકોની સમસ્યાઓ સાંભળીને તેમને કોંગ્રેસના મંચ પરથી ઉકેલવાની રહેશે.
કોંગ્રેસ સંગઠનમાં લાંબા સમય બાદ એક લોકશાહી પદ્ધતિથી, કાર્યકર્તાઓના અભિપ્રાયને આધારે કોઈ નિમણૂંક કરાઈ છે તે પોતાના જાતેમાં મહત્વપૂર્ણ છે. રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ માટે આ એક નવતર અભિગમ સાબિત થશે.
આ પ્રસંગે મનોજ જોષીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “શહેર પ્રમુખ તરીકે હું જવાબદારીને પૂરેપૂરી ન્યાય આપીશ. જૂનાગઢના લોકોના પ્રશ્નો અને કાર્યકર્તાઓના હક માટે હું હંમેશા સક્રિય રહીશ. સંગઠનને વિસ્તૃત કરવા માટે યુવાનો સાથે જોડાવા માટે ખાસ અભિયાન શરૂ કરશું.”
રિપોર્ટર ઉદય પંડ્યા
INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/
FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો
