Samay Sandesh News
ગુજરાતરાજકોટ

જેતપુરના કાગવડ ખોડલધામમાં ગુજરાત ભાજપ પ્રેદેશ પ્રમુખની ઓચિંતી મુલાકાત

  • ખોડલધામમાં અચાનક મુલાકાતથી રાજકીય ચર્ચાનું જોર પકડ્યું.
  • પાટીલે મા ખોડલના દર્શન કર્યા, કહ્યું- પાટોત્સવની ભવ્ય તૈયારી નિહાળી
  • આ મારી અણધારી મુલાકાત નથીઃ પાટીલ

લેઉવા પટેલ સમાજના આસ્થાના ધામ એવા કાગવડ ખોડલધામ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પહોંચ્યા હતા આજે સુરતના ઉદ્યોગપતિએ ચમારડીથી પદયાત્રા યોજી હોય તેમાં સ્વાગત કરવા માટે પાટીલ પહેલા લીલાખા પહોંચ્યા હતા. સ્વાગત બાદ તેઓ ખોડલધામની ઓચિંતી મુલાકાત કરી હતી

ખોડલધામમાં પાટીલે મા ખોડલના દર્શન કરી પ્રસાદ ચેરમેન નરેશ પટેલ સાથે પ્રસાદ પણ લીધો હતો. પાટીલ સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા સહિતના ભાજપના આગેવાનો પણ જોડાયા હતા.

પાટીલે જણાવ્યું હતું કે,ખોડલધામનો 21મી જાન્યુઆરીએ પાટોત્સવ છે. સુરતના ગોપાલભાઈએ ચમારડી ખાતેથી પદયાત્રા યોજી છે. પદયાત્રાના સ્વાગત માટે હું અને નરેશભાઇ પટેલ સાથે હતા.ત્યાંથી અમે ખોડલમાતાના દર્શને આવ્યા છીએ. આજે પાટોત્સવની તૈયારી થઈ રહી છે તે નિહાળી,ખૂબ ભવ્ય તૈયારી ચાલી રહી છે. આ મારી અણધારી મુલાકાત નથી પણ અમારા કાર્યક્રમમાં જ હતી. ઘણા દિવસ પહેલા જ નક્કી હતું કે,ચમારડી ગોપાલભાઇના કાર્યક્રમમાં જવું અને ત્યાંથી અહીં દર્શને આવવું અને પ્રસાદ લેવો તેવું પાકું કરવામાં આવ્યા હતું જોકે અચાનક મુલાકાતથી રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે.

Related posts

જેતપુર શહેર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ હોદ્દેદારોની વરણી કરવામાં આવી..

samaysandeshnews

181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા જામનગરની હરિયા કોલેજ ખાતે કાનુની જાગૃતિ શિબિર યોજાઈ

samaysandeshnews

નવી દિલ્હી: નવી દિલ્હીમાં ટ્રાફિક નિયંત્રણ, ઓનલાઈન ડિલિવરી પ્રતિબંધ અમલમાં આવ્યો

cradmin

Leave a Comment

error: Content is protected !!