પૂર્વ પતિએ યુવતીને મારી નાખવાની ધમકી આપી: ગામના સરપંચએ ફોન કરી પોલીસ બોલવાની ફરજ પડી.
જેતપુર તાલુકાના ડેડરવા ગામની યુવતીએ દોલતપરામાં રહેતા પૂર્વ પેમી સાથે 3 વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા. જો કે પ્રેમી સાથે મનમેળ ના રહેતા પ્રેમી સાથે યુવતીએ છૂટાછેડા લીધા અને તેની પિતાની ઘરે ડેડરવા રહેવા ચાલી આવી હતી.પરંતુ પૂર્વ પ્રેમીને છુટાછેડા બાબત મંજૂર હોય જેનો ખાર રાખી ગુરુવારની રાત્રિએ પૂર્વ પ્રેમી તેમજ અન્ય બે શખ્સો બાઈક ઉપર આવી યુવતીના ઘરે જઈ હંગામો મચાવ્યો હતો.
બનાવની વિગત અનુસાર જેતપુરના ડેડરવા ગામમાં રહેતા હરિભાઈ મકવાણાની પુત્રી નેહા હરિભાઈ મકવાણાએ 3 વર્ષ પહેલાં જૂનાગઢના દોલતપરામાં રહેતા મુકેશ ચીમનભાઈ કોળી નામના યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા પરંતુ યુવતીને પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય જેને લઇને યુવતીએ છુટાછેડા આપી પોતાના પિતાની ઘરે રહેવા આવી ગઇ હતી પરંતુ આ છૂટાછેડા યુવતીના પૂર્વ પ્રેમી અને પતિને મજુરનાં હોય જેનો ખાર રાખી ગુરુવારના રાત્રિના આઠ વાગ્યાના સમયે એક બાઈક પર યુવતીના પૂર્વ પ્રેમી સહિત અન્ય બે વ્યક્તિઓ ઘરે જઈ હંગામો મચાવ્યો હતો. એટલુ જ નહિ યુવતીનો પૂર્વ પ્રેમીને યુવતીનો હાથ પકડી ઘરની બહાર સુધી ઢસડી લઈ ગયેલ હતો મારી નાખવાની ધમકી આપતા.આ ઘટનાની જાણ થતાં આજુબાજુના ઘર પાસે રહેતા લોકો ભેગા થયા હતા.તેમજ યુવક સાથે આવેલ અન્ય બે યુવકો બાઈક મૂકી ફરાર થયા હતા પરંતુ આ યુવક જિદ્દી મગજનો હોય જે ગામના લોકો સાથે પણ મગજમારી કરતા ગામના લોકોએ મેથીપાક ચખાડ્યો હતો જેતપુર તાલુકાના આગેવાન વિજયભાઈ વાળા ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો અને ગામના સરપંચ રમેશભાઈ મૂળિયાં જેતપુર તાલુકા મથકે ફોન કરી જાણ કરી હતી ત્યાર બાદ પોલીસ આવી આ યુવક મુકેશને લઈ જઈ આગળની કાર્યવાહી કરી હતી.