જેતપુર રબરીકા રોડ પર આવેલ લક્ષિતા ડ્રેસીસ નામના કારખાનમાં તસ્કરએ ત્રાટકી રૂા.22.000 ની રોકડ રકમ ચોરી કરી ગયાનો બનાવ બન્યો છે. ઓફીસમાં ટેબલના ખાનાનું લોક તોડી તસ્કર રોકડ રકમ ઉઠાવી ગયો.
કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક શખ્સ કેદ થતા પોલીસે નિશાચરોની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં રબરિકા રોડ પર લક્ષિતાં ડ્રેસીસ નામના કારખાનામાં રાત્રે એક તસ્કરોએ ત્રાટકી બારીની ગ્રિલ તોડી ટેબલના ખાનાનું પણ લોક તોડી તેમાં રાખેલી રૂા.22.000 હજાર રોકડની ચોરી કરી ગયા હતા. ચોરી થયાની માલિકને જાણ થતા.પોલીસને જાણ કરી હતી આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે
