ભાદર નદીને પ્રદૂષણ મુકત કરવા તંત્ર એકશન મોડમાં
જેતપુરનો રંગબેરંગી કોટન સાડી ઉદ્યોગનું હબ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ત્યારે ભારતવર્ષમાં કલર કેમિકલયુક્ત લાલ પાણી ખુલ્લાં જળાશયોમાં ભળતું હોય જેનાં કારણે પ્રદૂષણ મામલે પણ એટલું જ વગોવાયેલું હતું.
જેતપુર ભાદરના સામાકાંઠા ઉપર આવેલ ભાદર નદીમાં વર્ષો પહેલાં બનાવવામાં આવેલ સીઈપીટી પ્લાન્ટમાં પમ્પિંગ સ્ટેશનમાં ડાંઇગ એસો.ની બનાવવામાં આવેલ ગટરોમાં કારખાનાઓનું કલરયુક્ત પાણી તેમજ નગરપાલિકાનું સુએજનું પાણી એક જ જગ્યાએ એકત્રિત થઈને શુદ્ધિકરણ કરવામાં આવતું હતું.
રાષ્ટ્રીય હરિત અધિકરણ(એનજીટી) તથા ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ(જીપીસીબી)ની ગાઇડ લાઇન મુજબ ડાંઇગ એસો.ની પૂરા શહેરની ગટરો બંધ કરવાનો આદેશ હોય તેમજ નગરપાલિકાનું ગંદુ પાણીનો સંપ અન્ય જગ્યાએ બદલી કરવાનો આદેશ કરવામાં આવેલ હતો.જેનાં અનુસંધાને ડાઇંગ એસોસિયેશનમાં આવતાં તમામ સાડીનાં એકમોમાંથી નીકળતું કલર કેમિકલયુક્ત પાણી ગટરોમાં બંધ કરી તોડી નાખવામાં આવેલ હતી. જે પાણી ટેન્કરો દ્વારા ચાર અલગ અલગ ઝોનમાં સંપમાં પહોંચાડવાનું ફરજિયાત કરાવેલ છે. જેથી જેતપુર શહેરમાં છાશવારે બનતાં પ્રદૂષણનો પ્રશ્ન નહીંવત બને તે માટે પ્હાલ ડાંઇગ એસો.ની ગટરો તેમજ ભાદર નદીમાના સંપ તોડી પાડી ચોખી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે
જ્યારે નગરપાલિકાનો સુએજ પાણી સંપ નવાગઢ વિસ્તાર ખાતે બની રહ્યો છે ત્યારે ભાદર નદીમાં બનેલો સીઇપીટી પ્લાન્ટ તેમજ પપિંગ સ્ટેશન બંધ કરી નદીમાં રહેલ કુંડીઓ તોડી નાખવામાં આવી રહી છે.જેતપુર શહેરનો વર્ષો જૂનો ભાદર નદી પ્રદૂષણ કરવાનો પ્રશ્ન હાલ ભૂતકાળ બની રહેશે તેવું પ્રતિત થઈ રહ્યું છે.