Samay Sandesh News
ગુજરાતરાજકોટ

જેતપુરમાં કેનાલમાંથી આધેડની લાશ મળી

જેતપુરમાં કેનાલમાંથી અજાણ્યા આધેડની લાશ મળી આવતા સનસનાટી મચી જવા પામેલ છે. જે અંગે પોલીસે તપાસ શરુ કરી છે.

આ બનાવ બાબતે મળતી વિગતો એવા પ્રકારની છે કે જેતપુરના દાસીજીવણપરા વિસ્તાર પાસેથી પસાર થતી ભાદર કેનાલમાં આજે સવારના ગાંડુંભાઈ મકવાણા નામના 70 વર્ષના વયના આધેડની લાશ જોવા મળતા લોકો દ્વારા આ અંગે સ્થાનિકોએ નગરપાલિકા જાણ કરવામાં આવેલ હતી.

આ બનાવ અંગે સીટી પોલીસ અને નગરપાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરાતા પોલીસ કર્મચારીઓના કાફલા અને ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવી કેનાલમાંથી આધેડની લાશને બહાર કાઢી પીએમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે મોકલેલ હતી. આ બનાવમાં ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

Related posts

PATAN: પાટણમાં આધાર કાર્ડ કેન્દ્રમાં ફિંગર પ્રિન્ટ ના મળતા અરજદારોને હાલાકી

cradmin

Crime: ભ્રષ્ટાચાર ના ભોરિંગ સામે લાલ આંખ કરતા કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા

samaysandeshnews

500 કરોડનાં ભ્રષ્ટાચારનાં વાહિયાત આક્ષેપો એ મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!