જેતપુરમાં ઘરમાં ઘુસી છરીના ઘા ઝીંકી, ગળું કાપી મહિલાની હત્યા નીપજાવ નાર કાકા,ભત્રીજાને પોલીસે દબોચી લીધા.જેતપુર શહેરના જીમખાના મેદાનમાંથી બન્ને આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો.
4 મહિના પહેલાં છૂટાછેડા લેનારા પૂર્વ પતિનું પિશાચી કૃત્ય ભત્રીજાની મદદથી મહિલાને મોતને ઘાટ ઉતાર્યા બાદ હુમલાખોરો બાઈક ઉપર નાસી છૂટયા; બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી વ્યાપી હતી બન્ને આરોપીને પોલીસે દબોચી લીધા.
જેતપુર, : જેતપુરના ગુજરાતી વાડી વિસ્તારમાં ભાવિકનગરમાં રહેતી મહિલાના ઘરમાં ઘુસી તેના પૂર્વ પતિએ ગળાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી તથા તેના ભત્રીજાએ મદદગારી કરી હતી. મહિલાની હત્યા નિપજાવી નાસી છૂટયા હતા. પોલીસે બન્ને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી આખરે બને આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી
જેતપુરના ગુજરાતી વાડી વિસ્તારમાં ભાવિકનગરમાં પોતાની 14 વર્ષીય પુત્રી અને 12 વર્ષીય પુત્ર સાથે રહેતા પ્રસન્નબેન (ઉં.વ. 40) તા.14 માર્ચના રોજ સવારે પોતાના બાળકો સાથે ઘરે હતા. ત્યારે તેમના પૂર્વ પતિ શાંતુભાઈ કહોર તથા શાંતુભાઈનો ભત્રીજો શિવરાજ કહોર સવારે પોણા દશના અરસામાં તેમના ઘરે ધસી આવ્યા હતા અને પ્રસન્નબેન કંઈ સમજે તે પહેલાં શાંતુભાઈએ તેમને ગળામાં છરીના ઘા ઝીંકી ગળુ કાપી નાખ્યું હતું તથા શિવરાજે તેમાં મદદગારી કરી હતી. ગળુ કાપી નાખતા પ્રસન્નબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે શોરબકોર થતાં બન્ને બાળકો જાગી ગયા હતા અને આસપાસના રહેવાસીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દરમિયાન આરોપી શાંતુભાઈ તથા શિવરાજ ઘટના સ્થળેથી બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં મહિલાને 108 સરકારી હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવના પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી તથા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.આખરે બને આરોપીઓને પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતી વાડી વિસ્તારમાં રહેતા પ્રસન્તબેનને તેના પૂર્વ પતિ અને ભત્રીજાએ છરી વડે આડેધડ ઘા ઝીંકી ગળુ કાપી નાસી છૂટયા હોય પોલીસે મૃતકની પુત્રીની ફરીયાદ પરથી બન્ને કાકા-ભત્રીજા વિરૂધ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા
પોલીસે બનાવના પગલે મૃતક પ્રસન્તબેનની પુત્રી પાયલબેન ની ફરીયાદ પરથી બન્ને શખ્સો શાંતુભાઇ લખુભા કહોર (જેતપુર) તથા શીવરાજ ગેલણભા કહોર (ઢાંક,ઉપલેટા )વિરૂધ્ધ ગુન્હો કલમ 302,450,114 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવતા જેતપુર સિટી સ્ટાફે બંને આરોપીને શહેરના જીમખાના મેદાનમાં થી જ દબોચી લીધા હતા આરોપી કાકા,ભત્રીજા શાંન્તુભાઇ ઉર્ફે શાંન્તુભાઇ લખુભાઇ ઉર્ફે લખુભા કહોર, જાતે કાઠી દરબાર, ઉ.વ.૫૨, રહે. ભાવિકનગર, ગુજરાતીની વાડી, જેતપુર. શીવરાજભાઇ ગોલણભાઇ કહોર, જાતે કાઠી દરબાર,ઉ.વ.૨૫, રહે.વડલા સોસાયટી, ઢાંક, તા.ઉપલેટા બન્ને કાકા,ભત્રીજાને પોલીસને ખાનગી રાહે બાતમી મળતા જેતપુર શહેરના જીમખાના ગ્રાઉન્ડમાં થી જેતપુર સિટી પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.