- અમરનગર પાસે કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત.
- કાગવડ થી જાંબુડી જતા વૃદ્ધ દપતિનું અકસ્માતમાં બાઈક પાછળ બેઢેલ વૃદ્ધાનું મોત
જેતપુર તાલુકમાં અકસ્માતોમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે બે વ્યક્તિ ઘાયલ થયા છે. જેતપુરના અમરનગર પાસે મોટરસાયકલ અને કાર વચ્ચેના અકસ્માતમાં બાઈકચાલક યુવાન ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું છે, આ ઉપરાંત કાગવડ થી જાંબુડી જતા બાઈક પાછળ બેઠેલા વૃદ્ધાનું મોટરસાઇકલ સામે મોટરસાઇકલ અકસ્માતમાં વૃદ્ધાનું મોત નિપજ્યુ હતું.
પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જેતપુર તાલુકાના અમરનગર પાસે કુંકાવાવ થી આવતા મોટરસાઇકલ ચાલક રાજેશભાઇ મેઘજીભાઈ ડાભી (ઉ.મ.32) યુવાન તેમની પાછળ બેસેલ જ્યોતિબેન સંજયભાઈ માનસૂરિયા સાથે પોતાનું મોટરસાયકલ લઈને કુંકાવાવ થી અમરનગર તરફ આવી રહ્યા હતા.તે દરમિયાન સામેથી પૂરપાટ વેગે આવી રહેલી કાર ચાલકે ઠોકરે ચડાવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકચાલક રાજેશભાઈ મેઘજીભાઈ ડાભીનું ગંભીર ઈજા થવાના કારણે કરૂણ મૃત્યુ નિપજયુ છે.જ્યારે પાછળ બેઠેલ મહિલા જ્યોતિબેનને ગંભીર ઇજા થતાં સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ બાદ જુનાગઢ રીફર કરાયા હતા અકસ્માત સર્જીને કારચાલક ફરાર થયો હતો.આ બનાવ અંગે જેતપુર ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત અકસ્માતનો બીજો બનાવ કાગવડ થી જાંબુડી મરણના પ્રસંગમાં જતા વૃદ્ધ દાંપતિ મોટરસાયકલ ચાલકની સામે મોટરસાઇકલ ધડાકાભેર અથડાઇ પડ્યું હતું.
જે અકસ્માતમાં મોટરસાઇકલના ચાલક બાબુભાઇ રવજીભાઈ (ઉં.વ.70) તેમજ તેની સાથે પાછળ બેઠેલા વૃધ્ધા ચંપાબેન બાબુભાઈ રીબડીયા (ઉ.મ.65 )ને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મૃતય નીપજ્યું હતું જ્યારે મોટરસાઇકલ ચાલક બાબુભાઇને સારવાર માટે સૌપ્રથમ જેતપુર બાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા .આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા વીરપુર પોલીસે મોટરસાયકલ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.