- કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ અને લલિત વસોયાએ જેતપુરના ગામોની મુલાકાત લીધી.
ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ દ્વારા આખા ગુજરાતમાં અર્જુન મોઢવાડીયાની આગેવાની નીચે પ્રદુષણ મુદ્દે સત્ય શોધક ટીમ બનાવવામાં આવી છે આ ટિમ દ્વારા પ્રદુષણ વિસ્તારની સ્થળ મુલાકાત કરશે,ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો પ્રદુષણ મુદ્દે મેદાનમાં આવ્યા છે જેમને લઈને કોંગ્રેસનું મેનીફેસ્ટો બહાર પડશે તેમાં પ્રદુષણના મુદ્દાઓ અને તેના ઉકેલ માટે વ્યવસ્થા શુ છે તે સમાવીને રજૂ કરશે.
કોંગ્રેસના અગ્રણીનેતા અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં પ્રદુષણ સામે એક સત્ય શોધક સમિંતિ રચીને ધારાસભ્યો દ્વારા પ્રદુષણ બાબતે અલગ અલગ વિસ્તારોમાં મુલાકાત લીધી હતી જેમાં વીરપુર પાસેના પીઠડીયા અને આસપાસના વિસ્તારમાં જે પાણીના પ્રદુષણ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને લલિત વસોયા એ જેતપુરના આસપાસના પીઠડીયા અને આજુબાજુના ગામોની મુલાકાત લીધી હતી,અને ખેડૂતોના પ્રશ્નો સાંભળીયા હતા. સાથે સાથે જેતપુરના કોટન પ્રિન્ટિંગ ઉદ્યોગના CETP પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી.
જેતપુરમાં ઉદ્યોગને ટકાવવા સાથે સાથે પ્રદુષણ કેમ ઘટે તે અંગે જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશનના હોદેદારો સાથે મુલાકાત અને ચર્ચા પણ આગામી દિવસોમાં કરવામાં આવશે, કોંગ્રેસ દ્વારા ગુજરાત ભરમાં પ્રદુષણ બાબતે થઇ રહેલ પ્રદુષણ બાબતે કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડીયાની આગેવાનીમાં એક સત્ય શોધક સમિતિ રચી છે અને તેના નીચે ધારાસભ્યો દ્વારા ગુજરાત ભરના જે શહેરોમાં પ્રદુષણ છે ત્યાં જઈને તેની સમીક્ષા કરીને પછી સરકાર પાસે તેના જવાબ માગીને પ્રશ્નો રજૂ કરવામાં આવશે.
કોંગ્રેસના બે ધારાસભ્યો દ્વારા અનેક ખેતરો અને ખેડૂતોની મુલાકાત લેવામાં આવી હતી અને તેઓની જમીન અને કુવા અને બોર નું નિરીક્ષણ કરવામાં આવેલ હતું જેમાં થઇ ગયેલ પ્રદુષણને લઈને ને તેવો એ આ બાબતે સરકારને સીધો રિપોર્ટ કરશે સાથે સાથે અહીંથી તેવોએ પ્રદુષિત પાણીના નમૂના લઈને તેની બોટલ પણ ભરી હતી અને આ પ્રદુષણ બાબતે વિધાન સભામાં પ્રશ્નો પણ કરશે તેવું અને સરકાર પાસે જવાબ માગશે, સાથે સાથે જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિયેશનના હોદેદારો સાથે પણ ચર્ચા કરીને પ્રદુષણ બંધ કેમ થાય અને ઓછું કેમ થાય તેની વિસ્તૃત ચર્ચા કરશે,સાથે ઉદ્યોગ ટકાવો પણ જરૂરી છે,નોંધનીય બાબત છે કે પ્રદુષણ ને લઈને ધારાસભ્ય લલિત વસોયા એ 4 વર્ષ પહેલા આંદોલન કર્યું હતું અને પછી તેવો એ ચુપકી સાધી હતી જયારે ચૂંટણી નજીક છે ત્યારે ધારાસભ્ય લલિત વસોયા ફરી સક્રિય થયા છે.
ધારાસભ્ય લલિત વસોયા એ અહીં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે,આવતી ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પ્રદુષણ બાબતને મુદ્દો બનાવશે અને ચૂંટણી દરમિયાન કોંગ્રેસ આ મુદ્દાને મેનીફેસ્ટોમાં પ્રદુષણ મુદ્દો અને પ્રદુષણના ઉકેલ માટે સામેલ કરશે,અને કોંગ્રેસની ચૂંટણી લડવા માટે પ્રદુષણ એક મોટો મુદ્દો હોય તો નવાઈ નો કહેવાય