- પોલીસ કર્મી દ્વારા મતદારને બેફામ મુક્કા મારવાનો વિડિઓ થયો વાયરલ
- વાયરલ વિડીઓના હિસાબે જિલ્લા પોલીસ વડા વીરપુર દોડી ગયા
આજે રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું વોટીંગ થઈ રહ્યું છે, ત્યારે રાજકોટના વીરપુરમાં પોલીસ કર્મચારી દ્વારા મતદારને મુક્કા મારવાનો વીડિયો વાયરલ થયો છે.
જેતપુર: આજે રાજ્યભરમાં ગ્રામપંચાયતની ચૂંટણીનું વોટિંગ ચાલી રહ્યું છે. ત્યારે તાલુકાના વિરપુરમાં પોલીસ કર્મી દ્વારા મતદારને બેફામ માર મારવાનો વિડીયો વાયરલ થયો છે. જેને લઈને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિરપુર ખાતે તુરંત દોડી ગયા હતા. અને મતદારને મારનાર પોલીસ કર્મીની બીજી જગ્યાએ ફરજ પર મુક્યો હતો.
રાજકોટ એસપી બલરામના જણાવ્યા મુજબ મતદાર રાજુ ધાધલ બૂથની અંદર મોબાઇલ લઇ જવા માગતા હતા. પરંતુ ડ્યુટી પર રહેલા અમારા કર્મચારીએ તેને ના પાડતા મતદારે ગેરવર્તન કર્યું હતું. મતદારને માર મારનાર પોલીસ કોન્સ્ટેબલનું નામ પરેશ સિંધવ છે અને વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેમજ મતદારનું નામ રાજુભાઇ નાનુભાઇ ધાંધલ છે. પરેશ સિંધવે રાજુભાઇને માર મારી પોલીસવાનમાં બેસાડવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ તે રાજુભાઈ પોલીસવાનમાં બેસી રહ્યો નહોતો. આથી પરેશે બળજબરીથી રાજુભાઈને પોલીસવાનમાં બેસાડી તેને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જોકે આ ઘટનાથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને ભારે તંગદીલ માહોલ જોવા મળ્યો હતો.
મતદારને માર મારનાર પોલીસ કોન્સ્ટેબલનું નામ પરેશ સિંધવ છે અને વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેમજ મતદારનું નામ રાજુભાઇ નાનુભાઇ ધાંધલ છે. પરેશ સિંધવે રાજુભાઇને માર મારી પોલીસવાનમાં બેસાડવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ તે રાજુભાઈ પોલીસવાનમાં બેસી રહ્યો નહોતો. આથી પરેશે બળજબરીથી રાજુભાઈને પોલીસવાનમાં બેસાડી તેને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જોકે આ ઘટનાથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને ભારે તંગદીલ માહોલ જોવા મળ્યો હતો. પરેશે રાજુભાઈને બોચીથી પકડી લીધો હતો અને પોલીસવાનમાં બેસાડી દીધો હતો. લોકોએ પણ પોલીસને જવા દ્યો તેવી વિનંતી કરી હતી.
કોન્સ્ટેબલે મતદારના મોઢા પર મુક્કા માર્યા હતા. મતદારે પોલીસને આજીજી કરી હતી કે સાહેબ હું તમારી સાથે આવું છું તમે મારો નહીં. તેમ છતાં પોલીસ જવાન તેને મારતો રહ્યો હતો. આજુબાજુમાંથી લોકોએ પણ મતદારને ન મારવા વિનંતી કરી હતી.
આ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, વીરપુરમાં અમારા પોલીસ કોન્સ્ટેબલનો મતદાર સાથે ઘર્ષણનો બનાવ બન્યો હતો. એમાં મતદાર બૂથની અંદર મોબાઇલ લઇ જવા માગતા હતા. પરંતુ ડ્યુટી પર રહેલા અમારા કર્મચારીએ તેને ના પાડતા મતદારે ગેરવર્તન કર્યું હતું. આ ગેરવર્તન દરમિયાન બોલાચાલી થઇ અને બાદમાં ઘટના ઘર્ષણમાં ફેરવાઇ હતી. અમારી પાસે મતદારે ગેરવર્તન કર્યાના પુરાવા છે. બંનેએ જે રીતે કર્યુ તે અમને માન્ય નથી. આગળની તપાસ કરી રહ્યા છીએ.