આવતીકાલે 41 ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણી માટે આજથી જ પોલિંગ સ્ટાફ ફરજ પર હાજર, સાથેસાથે પોલીસ કર્મીઓ મતદાન બુથો ઉપર તૈનાત થશે જેતપુર વહીવટી તંત્ર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે થયું સજ્જજેતપુરનું વહીવટી તંત્ર આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સજ્જ થઇ ગયું છે. તાલુકામાં 41 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવામાં જઇ રહી છે જ્યારે એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી ચૂંટણી જંગ જામશે.
જેતપુર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન સહિતની કામગીરી માટે પોલિંગ સ્ટાફને જવાબદારી સોંપી તમામ સલાહ સુચન અને ચૂંટણી લગતા સાહિત્ય સાથે 106 મતદાન બુથો ઉપર ફરજ માટે પોલિંગ સ્ટાફને રવાના કરી દેવામાં આવ્યો છે. સાથેસાથે મતદાન બુથો ઉપર આજથી સુરક્ષા બંદોબસ્ત માટે પોલીસ સ્ટાફ પણ ખડેપગે રહેશે. આ તમામને ફરજ સોંપી દેવામાં આવી છે. આ તમામ સ્ટાફ આજથી જ મતદાન બુથો ઉપર મતદાન માટેની કામગીરીનો મોરચો સાંભળી લેશે.આવતીકાલે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.જેમાં જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતેથી આર.ઓ.સહિતનો સ્ટાફ રવાના થઈ ગયો છે અને જુદાજુદા ઝોનના 11 અધિકારીઓ સહિતના સ્ટાફને ફાળવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ચૂંટણી કામગીરી ડે.કલેક્ટર રાજેશ આલ અને મામલતદાર ગીનીયા નિગરાની હેઠળ કરવામાં આવશે.