Samay Sandesh News
ક્રાઇમગુજરાતરાજકોટ

જેતપુર તાલુકા દેવકીગાલોળ ગામ પાસેથી કાર સાથે એક શખ્સને પકડી પાડ્યો,બે ફરાર

  • દારૂ, મોબાઈલ અને વાહનની કિંમત થઈ કુલ રૂ. ૧,૦૫,૦૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો.
  • જેતપુર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દેવકીગાલોળ ગામ પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ મુજબ જેતપુર તાલુકા પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા જેતપુર તાલુકાના દેવકીગાલોળ થી ખજૂરી હડમતીયા જતી વેરના કાર રજી નંબર (જી.જે.૦૧ આ.બી.૧૧૫૮ )કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૧૦ કિંમત રૂ.૩૩,૦૦૦ તેમજ વેરના કાર જેની કિંમત રૂ.૭૦૦૦૦ તેમજ મોબાઈલ જેમની કિંમત રૂ.૨૦૦૦ સહિતનો કુલ મુદ્દામાલ મળી રૂ.૧,૦૫,૦૦૦ સાથે દેવદતભાઈ બાવકુભાઈ બસીયા જાતે કાઠી દરબાર રહે.જેતપુર પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ પૂછપરછ દરમિયાન દારૂ મંગાવનાર અને આપનાર બુટલેગર ભીખાભાઈ સગર રહે,મેંદરડા તેમજ ચાપરાજભાઈ જીલુભાઇ વાળા જાતે,કાઠી દરબાર રહે.ધારી ગુંદાળી બંને શખ્સોને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી

Related posts

જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા

samaysandeshnews

સુરત : ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉત્સાહભેર ઉજવણી

samaysandeshnews

જામનગર માં આગામી રામનવમી તથા આંબેડકર જયંતિ સહિતના તહેવારોને અનુલક્ષીને એસ.પી. ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

cradmin

Leave a Comment

error: Content is protected !!