- તાલુકા પોલીસે દારૂ , મોબાઈલ અને વાહનની કિંમત થઈ કુલ રૂ . ૮૦,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો
- જેતપુર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગ્લોબલ સિનેમા પાસેથી દેશી દારૂ ભરેલી કાર પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
પ્રાપ્ત વિગત મુજબ જેતપુર તાલુકા પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા જેતપુર થી જુનાગઢ તરફ જતા હાઇવે પર ગ્લોબલ સિનેમા પાસે ટાટા કંપનીની વિસ્ટા કાર રજી નંબર ( જી.જે. ૧૩ સી.સી.૭૭૪૫ ) કારની તલાશી લેતા દેશી દારૂ લીટર ૫૦૦ કિંમત રૂ. ૧૦૦૦૦ તેમજ ટાટા કંપનીની વિસ્ટા કાર જેની કિંમત રૂ. ૭૦૦૦૦ તેમજ મોબાઈલ જેમની કિંમત રૂ. ૫૦૦ સહિતનો કુલ મુદ્દામાલ મળી રૂ .૮૦.૫૦૦ સાથે પ્રવીણભાઈ મનજીભાઈ સોલંકી જાતે દેવીપુજક રહે.જુનાગઢ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ પૂછપરછ દરમિયાન દારૂ મંગાવનાર જેતપુરના બુટલેગર હરેશ દિલીપ પરમાર જેતપુર જાતે.કોળી તેમજ દારૂ આપનાર જુનાગઢ ના બુટલેગર કાળાભાઈ દેવાભાઇ મોરી જાતે.રબારી રહે.જુનાગઢ બંને શખ્સોને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી .