બુટલેગર કાર રેઢી મૂકી નાસી છૂટ્યો તપાસ કરતા ૨૬૪ નંગ બોટર દારૂ ઝડપાયો તાલુકા પોલીસે ૪.૯૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો
જેતપુર તાલુકા પોલીસે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન સંકાના આધારે કારનો ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક કાર રેઢી મુકી નાસી છૂટયો કારની તપાસ કરતા ૧૫૬ બોટલ ઇગ્લીશ દારૂ મળી આવ્યો હતો
તાલુકા તાલુકા પીઆઇ ટી.બી.જાની , પીએસઆઇ એ.એન.ગાંગણા તથા સ્ટાફના ભુરાભાઇ માલીવાડ , વિજયસિંહ જાડેજા , હાર્દિકભાઇ ઓઝા , ચેતનભાઇ ઠાકોર , પ્રદિપભાઇ આગરીયા , રાજૂભાઇ મકવાણાને સાથે રાખી નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન ખારચીયા ગામ પાસે વાહન ચેકીંગ કરતા હોય સફેદ કલરની સ્વીફટ કાર નં . જીજે – ૦૩ – એલએમ ૪૩૩૮ પસાર થતા શંકાના આધારે રોકવાનું કહેતા કાર ચાલક નાસી છૂટેલ જેથી પોલીસે તેનો પીછો કરતા શહેરના બાપુની વાડીમાં ખોડીયાર પાન વાળી ગલીમાં રેઢી મુકી નાસી છૂટેલ પોલીસે કારની તલાસી લેતા તેમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૫૬ કિ.રૂ .૯૩,૬૦૦ નો મળી આવતા દારૂ તેમજ કાર મળી કુલ રૂ .૪,૯૩,૬૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો તેમજ સ્થળ પરથી કારને ટોઈંગ કરી કાર સ્થળ પરથી જેતપુર તાલુકા પોલીસે કબજે કરી ફરાર ચાલક વિરૃધ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરેલ .