જેતપુરના નવાગઢ વિસ્તારના દંપતી બાઇકમાં જેતલસર તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન તત્કાલ ચોકડી પાસે અચાનક ટ્રક આડે આવતા અકસ્માત સર્જાયો હતો.બાઈક પાછળ બેઠેલા પત્નિ પડી જતા તેમનું મોત નિપજ્યુ હતુ.બનાવ અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી
ઘટના મુજબ જેતપુરના તત્કાલ હનુમાન ચોકડી પાસે મોટરસાયકલ તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટ્રક ટર્ન મારતી હતી એ વેળાએ બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક જેતપુરના નવાગઢ વિસ્તારના રામજીમંદિર પાસે રહેતા મહેન્દ્રભાઈ ગોહેલ (દરજી) તેમજ તેમના હર્ષાબેન હોવાનું સામે આવ્યું હતું આ દંપતી જેતલસર તરફ ઘઉં લેવા જઈ રહ્યા હતા અકસ્માત સર્જાતા દંપતીને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી હર્ષાબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતા જુનાગઢ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડાયા હતા જ્યાં હર્ષાબેન દમ તોડયો.