Samay Sandesh News
લાઈફ કેર

ટામેટાંનું જ્યુસ પીવાથી હાઇબ્લડ પ્રેશર સહિત આ બીમારીથી પણ મળે છે છૂટકારો, આ રીતે કરો સેવન

[ad_1]

હેલ્થ:ગુજરાતમાં હાઈ બ્લડ પ્રેશરના કેસ વધી રહ્યા છે અને તેના કારણ  લોકોમાં ચિંતા પણ વધી રહી છે. નિષ્ણાતોના મતે,    હાઇ બ્લડ પ્રેશરના દર્દી ઘરેલુ ઉપચારો દ્વારા પણ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકે છે.  દરરોજ એક ગ્લાસ ટામેટાંનો રસ પીવાથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે. એક સંશોધન અનુસાર ટામેટાનો રસ બ્લડ પ્રેશરને ઘટાડવાની સાથે-સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રિત કરી શકે છે અને હાર્ટ ડિસીઝને ઘટાડવામાં મદદ કરે છે. 

હાઇ બ્લડ પ્રેશરને સાઇલેન્ટ કિલર પણ માનવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશરના કિસ્સામાં મોટાભાગે ચેતવણીનાં કોઈ લક્ષણ આપ્યા પહેલાં અનિયંત્રિત અને જોખમી સ્તર સુધી પહોંચી જાય છે. આ રોગથી બચવા માટે યોગ્ય સમય પર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે પણ સાથે સાથે પહેલાંથી ટામેટાનો જ્યુસ પીવા જેવા રસ્તા અપનાવો તો હાઈઆ બ્લડ પ્રેશરથી બચી શકાય છે.

ટામેટાંના રસમાં બાયોએક્ટિવ તત્ત્વ જેવા કે કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ હોય છે. લગભગ દરેક લાલ ફળમાં કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ મળી આવે છે. કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ હાર્ટ ડિસીઝની સારવાર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. લાલ ફળોમાં લાઇકોપીન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે એક એન્ટીઑક્સીડેન્ટ તત્ત્વ છે. 

ટામેટાંનો રસ દરરોજ પીવાથી બીજા પણ ફાયદા છે. ટામેટાનો રસ આંખ અને સ્કિન માટે પણ ઘણો સારો છે. તેમાં રહેલા અલગ અલગ પ્રકારના વિટામિન્સ સોજાને ઘટાડવામાં અને તમારી કોશિકાઓને મુક્ત કણોથી થતાં નુકશાનથી બચાવે છે. ટામેટાંનાં જ્યૂસમાં વિટામિન સી, વિટામિન બી અને પોટેશિયમ જેવા કેટલાય મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ હોય છે જે એક હેલ્ધી શરીર માટે ખૂબ જ જરૂરી છે. રોજ 3 થી 4 ટામેટાને મિક્સીમાં બ્લેન્ડ કરીને તેમાં થોડુક પાણી મિક્સ કરીને ગાળી લેવાથી જ્યુસ બની જાય છે.  આ જ્યુસને મીઠા વગર પીવું વધારે ફાયદાકારક હોય છે. 

 

[ad_2]

Source link

Related posts

Health Tips: ખાલી પેટ વર્કઆઉટ કરવું કેટલું યોગ્ય, જાણો શું કહે એક્સપર્ટ

cradmin

શું ભારતમાં અશ્લિલ ફિલ્મ જોવી ગેરકાયદેસર છે? આપ જાણો છો આ નાનકડી ભૂલના કારણે થઇ શકે છે સજા

cradmin

મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત વડવાજડી પ્રાથમિક શાળાની દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરાયા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!